(એજન્સી) તા.૮
બિહારમાં શાળાની ૪૦ વિદ્યાર્થિનીઓ સાથે મારપીટ કરવા બદલ એક સગીર સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિહારના સુપૌલ જિલ્લામાં આ વિદ્યાર્થીઓએ જાતીય સતામણીનો વિરોધ કરતા સ્થાનિક યુવકોએ શનિવારે તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બધી જ વિદ્યાર્થિનીઓ ૧રથી ૧૬ વર્ષની વચ્ચેની ઉંમરની છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રવિવારે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે મુખ્યમંત્રી નીતિશકુમાર જવાબદાર છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, અસામાજિક તત્ત્વોએ સુપૌલની કસ્તૂરબા ગાંધી શાળામાં તોડફોડ કરી ૩૪ વિદ્યાર્થિનીઓ સાથે મારપીટ કરી. રાજ્ય સરકાર મૌન છે અને બિહારમાં અપરાધો વધતા જ જાય છે.