(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
નોટબંધીની કેન્દ્ર સરકારની નકારાત્મક કસરત સામે વિપક્ષોએ મોટાપાયે સરકાર પર હુમલા શરૂ કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે ૯૯ ટકા જૂની નોટ પરત આવી તેથી વડાપ્રધાન મોદીએ દેશની માફી માગવી જોઈએ. સરકાર દ્વારા કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈકના દાવાઓ વચ્ચે રિઝર્વ બેંકે બુધવારે નોટબંધીનો હિસાબ રજૂ કર્યો હતો. નોટબંધીના વિવેચકોએ કહ્યું છે કે ટેક્સચોરોને તેમની બેનામી સંપત્તિને કંપનીઓ, ઊંચી ખરીદી, પાછલી તારીખના બિલો બનાવી, બેંક મેનેજરોને ફોડી નાંખી સગેવગે કરી દીધી હતી અને જૂની નોટો બદલાવી દીધી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીના વિનાશક અને દેશના અર્થતંત્રને ડૂબાડનાર લોકોના જીવ લેનાર પગલું ગણાવ્યું. વડાપ્રધાનનું તેમાં કંઈ ગયું ? રિઝર્વ બેંકે કરેલ નફા કરતાં નવી નોટોની છપામણીનો ખર્ચ વધુ થયો હોવાનું પૂર્ણ નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું હતું. ૧૬ હજાર કરોડની જૂની નોટો પરત આવી નહીં. જે ૧ ટકો છે. રિઝર્વ બેંકને નોટબંધી ભલામણ માટે શરમ આવવી જોઈએ. ૯૯ ટકા નોટો કાયદેસર બદલાઈ ? શું આ નોટબંધી કાળા નાણાંને સફેદ કરવા હતી ? કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ વડાપ્રધાનને માફી માગવા કહ્યું છે. જેમણે રિઝર્વ બેંકને ગરીમા તોડી ભારતના વિશ્વમાં શાખ ઘટાડી છે. ડાબેરી નેતા સીતારામ યેચુરીએ મોદી સરકારના નોટબંધીના દેશદ્રોહી કામને ભારત કદી માફ નહીં કરે. ટીએમસી નેતા મમતા બેનરજીએ કહ્યું કે નોટબંધીથી દેશે ૬ લાખ કરોડ ગુમાવ્યા અને સેંકડો લોકો માર્યા ગયા હતા. નોટબંધી લાખો કરોડો બેનામી નાણાંને સગેવગે કરવા માટે હોવી જોઈએ. છેવટે આપણે શૂન્ય પ્રાપ્ત કર્યું. સપા નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે તેમનો પક્ષ પૂર્વ ગવર્નર (આરબીઆઈ) ઉર્જિત પટેલની સામે સંસદીય સમિતિને ગેરમાર્ગે દોરવા બદલ વિશેષાધિકાર દરખાસ્ત લાવશે.