(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
સિંગાપુરમાં ૧૯૩ર બાદ અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદેસર હાથીદાંતોની તસ્કરી થતી હોવાના સમાચાર સામે આવ્યા છે, અહીં અધિકારીઓએ ૩૦૦ હાથીઓના લગભગ નવ ટન હાથીદાંતને જપ્ત કર્યા છે. ર૧ જુલાઈના રોજ સિંગાપુરથી વિયેતનામ જઈ રહેલા એક કાર્ગોના કન્ટેનરમાં ગેરકાયદેસર હાથીદાંત પકડાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે હાથીદાંત અને પૈંગોલિન આ બંને વિયેતનામ માટે લાકડીઓ સાથે લોડ કરવામાં આવતા કન્ટેનરમાં જોવા મળ્યા હતા અને તેને લઈ જતું કાર્ગો સિંગાપુરથી પસાર થઈ રહ્યું હતું કે જે વૈશ્વિક વેપારનું એ મુખ્ય કેન્દ્ર છે.
અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રીય ઉદ્યાન બોર્ડ, કસ્ટમ ડ્યૂટી અને ઈમિગ્રેશન તેમજ ચેક પોઈન્ટસ ઓથોરાઈઝેશને કાર્ગોમાથી ૮.૮ ટન હાથી દાંત મળ્યા. આ હાથીદાંતની કિંમત લગભગ ૧ર.૯ મિલિયન ડોલર જેટલી છે. આટલી મોટી સંખ્યામાં પહેલીવાર હાથીદાંત જપ્ત કરવામાં આવ્યા છે. અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ૩૦૦ આફ્રિકી હાથીઓના દાંતો હોઈ શકે છે.
પૈંગોલિન કે જેને સ્કલી એન્ટિટીઝ તરીકે ઓળખવામાં આવે છે તે લુપ્ત થયેલ છે. તે પોતાના માંસને કારણે દુનિયાની સૌથી વધુ તસ્કરીવાળા સ્તનધારી જીવ છે. એવું માનવામાં આવે છે કે તેમનામાં ઔષધીય ગુણ હોય છે.