(એજન્સી)              નવી દિલ્હી, તા.ર

મશહુર વકીલ પ્રશાંત ભૂષણે ભગવાન કૃષ્ણના નામે ટીકા કરી છે. એન્ટી રોમિયો સ્કવોડની આલોચના કરતાં પ્રશાંત ભૂષણે ભગવાન કૃષ્ણને છેડછાની કરવાવાળા બતાવ્યા. જ્યારે રોમિયોને પ્રેમ કરનાર તરીકે ગણાવ્યો. તેનો પ્રત્યાઘાત રૂપે ભાજપના પ્રવકતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે પ્રશાંત ભૂષણ પહેલાં ભારતીય પરંપરા અને મહાકાવ્યોનું અધ્યન કરે પછી કંઈ બોલે. જ્યારે તેજેન્દર બગ્ગાએ કહ્યું કે, તેઓ પ્રશાંત સામે ફરિયાદ કરશે. ‘‘હમ હિન્દુ’’ના પંડિત અજય ગૌતમે આઈપીસી કલમ ર૯પ હેઠળ પ્રશાંત ભૂષણ સામે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ દાખલ કરી. પ્રશાંત ભૂષણે એક ટ્‌વીટ કરી રોમિયો અને શ્રીકૃષ્ણની તુલના કરી. પ્રશાંત ભૂષણે કહ્યું કે રોમિયો તેના જીવનમાં એક જ ગોપીને પ્રેમ કરતો હતો જ્યારે શ્રીકૃષ્ણ ઘણી ગોપીઓ સાથે લીલા કરવા માટે મશહૂર હતા. ભૂષણે ટ્‌વીટમાં આગળ લખ્યું કે શું યોગી આદિત્યનાથમાં એટલી હિંમત છે કે તેમના એન્ટી રોમિયો સ્કવોડનું નામ એન્ટી કૃષ્ણ સ્કવોડ રાખે ? ભાજપના પ્રવકતા સંદીપ પાત્રાએ આ ટ્‌વીટના પ્રતિભાવમાં કહ્યું કે કૃષ્ણને સમજવા માટે ઘણા જન્મ લેવા પડે. આવી સહેલાઈથી કૃષ્ણને રાજનીતિમાં ઘસેડવા દુઃખદ વાત છે. યુપીમાં ચૂંટણી પહેલાં ભાજપે એન્ટી રોમિયો સ્કવોડ બનાવવાનું વચન આપ્યું હતું જે મુજબ ભાજપ સરકાર આવતાં એન્ટી રોમિયો સ્કવોડ બન્યું અને રાજ્યભરમાં કડકાઈથી કાર્યવાહી શરૂ થતાં નિર્દોષ યુગલો પરેશાન થતાં તેની સામે ભારે વિરોધ થયો. યોગીએ રાજી ખુશીથી જાહેર સ્થળોએ બેઠેલા યુગલોને પરેશાન ન કરવા જણાવ્યું છે. દરમિયાન ભાજપની બીફ બેવડી નીતિની ઓવૈસીએ ટીકા કરી કહ્યું હતું કે, ભાજપ માટે યુપીમાં ગાય મમ્મી છે અને નાગાલેન્ડમાં યમ્મી છે.

 

ભાજપે પ્રશાંત ભૂષણ વિરૂદ્ધ ભગવાન કૃષ્ણના ‘અપમાન’ની ફરિયાદ નોંધાવી

ભગવાન કૃષ્ણની બદનામી કરતી ટ્‌્‌વીટ કરવા બદલ સ્વરાજ અભિયાન પાર્ટીના પ્રમુખે પ્રશાંત ભૂષણ સામે પોલીસ ફરિયાદ કરી છે. દિલ્હી ભાજપના પ્રવકતા તેજેન્દરપાલસિંગ બાગ્ગાએ તિલક માર્ગ પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને હજુ ફરિયાદ નોંધાવાની છે. વરિષ્ઠ વકીલ ભૂષણે એક ટ્‌વીટ કરી લખ્યું હતું કે, રોમિયો એક યુવતીને પ્રેમ કરતો હતો જ્યારે કૃષ્ણ અનેકને છેડતા હતા. યોગી આદિત્યનાથે એન્ટી રોમિયો સ્કવોર્ડ બનાવ્યું છે ત્યારે હવે તેનું નામ બદલી એન્ટી કૃષ્ણ સ્કવોર્ડ રાખશે ? આ ટ્‌વીટ ૬પ૦ વખત રીટ્‌વીટ થઈ અને ૩પ૦૦ લોકોએ તેનો જવાબ આપ્યો. ઘણા લોકોએ કહ્યું કે, ભૂષણે ભગવાન કૃષ્ણ ઉપર હુમલો કર્યો છે તે હિન્દુઓ અને હિન્દુ ધર્મ પર છે. ભૂષણ સદાય આવી ટીકાઓ કરતા આવ્યા છે. ભાજપે ભૂષણની ટીકા બાદ પત્રકાર પરિષદ બોલાવી હતી.