નવી દિલ્હી, તા.૧૮
કયારેક સ્લેઝીંગ, કયારેક ફિક્સિંગ તો કયારેક ગ્રાઉન્ડ પર લડાઈ ઝઘડો, વર્લ્ડ ક્રિકેટમાં આવી બધી બાબતો આપણે જોઈ ચૂકયા છીએ. પણ એક સમાચાર એવા આવ્યા છે જેણે વર્લ્ડ ક્રિકેટને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે એક પૂર્વ ક્રિકેટ પર એક જ મહિલા સાથે ૧પ૦ વખત બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. કોર્ટે આ આરોપમાં તે ખેલાડીને દોષિત જાહેર કરી ૧૮ વર્ષની સજા ફટકારી છે. આ ખેલાડી દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર હાયન તલજાર્ડ છેે. આ ખેલાડીએ કયારેક પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી એક આંતરરાષ્ટ્રીય મેચમાં હેટ્રીક લઈ વિશ્વમાં નામ કમાવ્યું હતું પણ કોર્ટના ચુકાદા બાદ વિશ્વ હવે આ ખેલાડીને ધિક્કારની નજરે જોઈ રહી છે મહિલાએ કહ્યું કે, તે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. મહિલાએ આ કારણે કંટાળી અનેકવાર આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. ૧૮ વર્ષની સજા થયા બાદ ડાયનને સીધો જેલ ભેગો કરી દેવાયો. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૮માં પાકિસ્તાન સામે ૬ વિકેટ ઝડપી હતી. જેમાં એક હેટ્રીક પણ સામેલ હતી. જેમાં યુસુફ યોહાના, અઝહર મહેમુદ અને સઈદ અનવરને આઉટ કર્યા હતા જેના કારણે તે ચર્ચામાં આવી ગયો હતો.