ચેન્નાઈ,તા.૩
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક રહેલા તમિલનાડુના સુબ્રમણ્યમ બદ્રીનાથે ક્રિકેટના પણ ફોર્મેટોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦ હજારથી વધારે રન બનાવ્યા છે. આ ઉપરાંત તેઓ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ મેચ પણ રમી ચુક્યા છે. બદ્રીનાથે આઈપીએલમાં કુલ ૯૫ મેચોની ૬૭ ઈનિંગ્સમાં તેઓએ ૧૪૪૧ રન બનાવ્યા છે. આઈપીએલમાં તેમના નામે અડધી સદી નોંધાયેલી છે.
હરભજનસિંહ
ભારતીય લેગ સ્પિનર હરભજનસિંહ છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેશનલ મેચ નથી રમ્યો. ૧૦૩ ટેસ્ટમાં ૪૧૭ અને ર૩૬ વન-ડેમાં ર૬૯ વિકેટ તેણે પોતાના નામે કરી છે. હરભજને પોતાની છેલ્લી મેચ સાઉથ આફ્રિકા સામે વાનખેડે સ્ટેડિયમ રમી હતી. જ્યારે ર૦૧પમાં ંઅંતિમ ટેસ્ટ અને વન-ડે મેચ રમેલ હતી.
યુવરાજસિંહ
વર્ષ ર૦૦૦માં ઈન્ટરનેશનલ મેચથી કારકિર્દીની શરૂઆત કરનારા યુવરાજસિંહ ૪૦ ટેસ્ટ મેચોમાં ૧૯૦૦ રન કરી ચૂક્યો છે. ૩૦૪ વન-ડેમાં ૮૭૦૧ રન બનાવ્યા છે. ૩૬ વર્ષીય આક્રમક બેટ્‌સમેન યુવરાજસિંહે છેલ્લી વન-ડે ર૦૧૭માં રમી હતી. જ્યારે ર૦૧રમાં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેણે છેલ્લી ટી-ર૦ મેચ રમી હતી.
ગૌતમ ગંભીર
ભારતના ટોપ ઓર્ડર બેટ્‌સમેન ગૌતમ ગંભીરે પહેલી ઈન્ટરનેશનલ મેચ ર૦૦૪માં રમી હતી. પ૮ ટેસ્ટ ૪૧પ૪ રન અને ૧૪૭ વન-ડેમાં પર૩૮ રન ગંભીરે બનાવ્યા છે. જ્યારે ૩૭ ટી-ર૦ મેચમાં તેણે ૯૩ર રન બનાવ્યા છે. છેલ્લી ટેસ્ટ ર૦૧૬માં ઈંગ્લેન્ડ સામે અને વન-ડે ર૦૧૩માં રમ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગંભીરની વાપસી નથી થઈ.
અમિત મિશ્રા
તો અમિત મિશ્રા પણ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટ અને વનડેથી બહાર છે. જેણે ર૦૧૬માં છેલ્લી વન-ડે રમેલ હતી અને ર૦૧૦માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ છેલ્લી ટી-ર૦ મેચ રમી હતી.