(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
હું દિલ્હીની જનતા માટે આ લોકોની વિરુદ્ધ લડી રહ્યો છું જેઓએ લોક સેવાઓ રોકી રાખી છે. તમે કહી શકો કે, આ ધરણા મારી એ લોકો પર સર્જિકલ સ્ટ્રાઈક છે જે દિલ્હીના મતદાતાઓને સજા આપવા માગે છે. આ વાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહી છે.
નોંધીનીય છે કે, ગત ત્રણ દિવસથી અરવિંદ કેજરીવાલ, ગોપાલ રાય અને સત્યેન્દ્ર જૈન દિલ્હીના એલજી અનિલ બૈજલના ઘરના વેઇટિંગ રૂમની અંદર ધરણા પર બેઠા છે. એ લોકોનું કહેવું છે કે, અહિયાથી ત્યાં સુધી નહીં હટે જ્યાં સુધી એલજી તેમની માગો ન માની લે, જોકે ત્રણ દિવસ થઈ ચૂક્યા છે. પણ હાલ સુધીમાં એલજીએ તેમના આવાસ પર ધરણા પર બેઠેલા નેતાઓ સાથે મુલાકાત કરી નથી. સત્યેન્દ્ર જૈન અને ડીપ્ટી સીએમ મનીષ સીસોદીયાએ તેમની માગ ન માનવા પર અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાળ કરવાનું એલાન કર્યું છે.
કેજરીવાલ હડતાળ પર ઉતરેલા આઈએએસ એસોશિયેશનની હડતાળ પૂર્ણ કરાના આદેશ અને રાશનની સ્પલાઈ માટે નવી યોજનાની મંજૂરી માટે માગ કરી રહ્યા છે. જોકે, ઉપરાજ્યપાલે કેજરીવાલની માગ માનવાની મનાઈ કરતા કેજરીવાલ સરકાર ધરણા પર બેસી છે.
આ ઉપરાંત કેજરીવાલે અધિકારીઓની મનમાની પર પણ સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે એક ટિ્‌વટમાં જણાવ્યુ કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યું છે કે, આઈએએસ અધિકારીઓ ચાર મહિનાથી હડતાળ પર ઉતરી ગયા છે.
મુખ્યમંત્રી સહિત કુલ સાત મંત્રીઓવાળી દિલ્હી સરકાર કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ઉપરાજ્યપાલ તથા નોકરશાહોનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી આ સૂનિશ્ચિત થઈ શકે કે, કેજરીવાલ કામ નથી કરી શક્યા. સરકારનો આરોપ છે કે, નોકરશાહો કામ પર નથી આવી રહ્યા, અને ફેબ્રુઆરી મહિના થી હડતાળ પર છે. ફોન પર વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે ત્યાં સુધી અહીંયાથી નહીં જઈએ જ્યાં સુધી એલજી સાહેબ આઈએએસ અધિકારીઓને મારી સરકાર સાથઈ સહયોગ શરૂ કરવાનો નિદેશ ન આપે. ત્રણ મહીના તેઓ અમારા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ બેઠકો પર આવવાનો ઇન્કાર કરી રહ્યા છે. અને કોઈ પણ નિર્દેશનો પાલન કરવાનો પણ ઇન્કાર લરી રહ્યા છે. શુ આપે ક્યારેય દેશના કોઈ ભાગમાં આઈએએસ અધિકારીઓના કામ ન કરવા વિશે સાંભળ્યું છે? મેં મારા એલજીની વિનમ્રતાથી કહ્યું કે, દિલ્હીની વિરુદ્ધ આ બદલાની ભાવના બંધ કરો. પણ આ સ્પષ્ટ છે કે, તેઓ પોતાના બોસના આદેશ પર કામ કરી રહ્યા છે. હવે મારી પાસે ધરણા સિવાય કોઈ ઉપાય બચ્યો નથી અને હું અહીંયાથી નહીં જવું.