(એજન્સી) મુંબઈ, તા.૮
પત્રકાર ગૌરી લંકેશની હત્યાને લઈ સંગીતકાર એ.આર.રહેમાને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મારૂં ભારત નથી. વંદે માતરમ અને મા તુજે સલામ જેવા દેશભક્તિના ગીતો આપનાર એ.આર.રહેમાન કોન્સર્ટ ફિલ્મ “વન હાર્ટ : ધ એ.આર. રહેમાન”ના પ્રીમિયરના અવસરે કહી હતી. એ.આર.રહેમાને કહ્યું કે હું ઘટનાને લઈ ખૂબ જ દુઃખી છું, આશા રાખું છું કે આ મુજબની ઘટના હવે નહીં થાય. જો આ મુજબની ઘટનાઓ ભારતમાં થતી હોય તો આ મારો ભારત દેશ નથી. હું ઈચ્છું છું કે મારો દેશ પ્રગતિશીલ અને દયાવાન બને. આ અવસરે તેમની બાયોપિક વિશે પૂછવા પર તેમને કહ્યું કે હું હમણા જવાન છું, જ્યારે મારા ગયા બાદ કોઈ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરશે. રહેમાને આ અવસરે દાવો કર્યો હતો કે લોકોએ એમની ફિલ્મ પહેલાં કયારેય ન જોઈ હશે. આ વર્ષ જુલાઈમાં લંડનમાં તેમનો કોન્સર્ટ એવા સમયે ચર્ચામાં આવ્યો જ્યારે તેમના ફેન્સ શોના વચ્ચે ઊભા થઈને જતા રહ્યા હતા. કારણ કે તેઓ મોટાભાગે તમિલ ગીતો વગાડી રહ્યા હતા.