(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદીને અપાયેલ ઝપ્પીની ચર્ચા ચાલે છે. આ અચાનક બનેલી ઘટના લોકો ભૂલી રહ્યા નથી. રાહુલ ગાંધી અચાનક મોદીને ભેટી પડતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.
સૂત્રોએ કહ્યું કે, રાહુલ ગાંધીનું આ અચાનક ન હતું. પરંતુ તેઓ ઘણા મહિનાથી તકની રાહ જોઈ રહ્યા હતા. મોદીને જાહેરમાં ગળે લગાવી લોકોને એક સંદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધીના નજીકના સૂત્રોએ કહ્યું કે, રાહુલની ઝપ્પીથી ભાજપ સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હેરાન હતા. આ યોજના પહેલેથી જ તૈયાર હતી. જ્યારે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવનું વડાપ્રધાન મોદીનું ભાષણ રાહુલ ગાંધી સાંભળી રહ્યા હતા ત્યારે તેમને આ વિચાર આવ્યો હતો. જેમાં મોદીએ નહેરૂથી સોનિયા સુધી તમામની ટીકાઓ કરી હતી. કોંગ્રેસ એક પરિવારની કઠપૂતળી બનાવી હતી. એક જ પરિવારની સેવામાં લાગે છે. તેથી રાહુલ ગાંધીએ ભાજપને અને મોદીને ઘેરવાની યોજના બનાવી. મોદીને ભેટી રાહુલ સંદેશ આપવા માંગતા હતા કે તેઓ નફરતનો જવાબ પ્રેમથી આપે છે.