અંકલેશ્વર, તા.૨૮
અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પર અન્ડર પાસ બ્રિજની મંજૂરી મળતા ખરોડ, ભાદી તથા આજુબાજુના ગામોના અગ્રણીઓ તથા સ્થાનિક પ્રજાજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પર ભારે વાહનોની અવરજવર હોવાથી ત્યાં કેટલીક વખત જીવલેણ અકસ્માત થતાં હતા.જ્યાં છેલ્લા પાંચ વર્ષના આકડા મુજબ ૬૫ જેટલા અકસ્માતોમાં મરણ થયા હોવાનું જણાવ્યું હતું અને ૧૦૦ જેટલા અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું હતું.આ બ્રિજ બનાવવા અંગેની માંગ સ્થાનિક જેતે સમયના સરપંચ મહમદભાઈ ભૈયાતના જણાવ્યા અનુસાર ૨૦૦૮થી આ બ્રિજની માંગ કરાઈ હતી ત્યારબાદ સ્થાનિક કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિ ભવન, પ્રધાનમંત્રી કચેરી, મુખ્યમંત્રી, મુખ્ય સચિવ તથા નેશનલ હાઇવે ઓથોરિટીને વખતો વખત લેખિત રજૂઆત કરાઇ હતી. પરંતુ પોતાના માદરે વર્તન પધારેલા રાજ્ય સભાના સાંસદ અહમદભાઈ પટેલને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાતા તેઓએ સ્થાનિક અગ્રણીઓને સ્થાનિક પ્રજાજનોની સુરક્ષા અને સલામતી માટે આ બ્રિજ મંજૂર કરાવવાની બાહેધરી આપી હતી અને જના પગલે અહમદભાઈ પટેલે કેન્દ્રિય પરિવહન મંત્રીને રૂબરૂ મળી લેખિત તથા મોખિક જાણ કરી હતી. જેના પગલે ગણતરીના દિવસોમાંજ કેન્દ્રિય મંત્રીએ મંજૂરી આપતા પત્રની જાણ રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલને કરી હતી અને રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલે સ્થાનિક અગ્રણીઓને તથા જિલ્લા કોંગ્રેસ સમિતિને કરાતા સ્થાનિક પ્રજાજનો તથા ખરોડ, ભાદી તથા પાનોલી અને આજુબાજુના ગામોના રહીશોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ જવામાં આવી હતી.
વ્હીકલ અન્ડર પાસ બ્રિજની મંજૂરી આવતા ગ્રામજનોએ લોક પ્રશ્નોને વાચા આપવા બદલ રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલ અને ત્વરિત ધોરણે કામને મંજૂરી આપવવા બદલ કેન્દ્રિય પરિવન મંત્રી નીતિન ગડકરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખરોડ ગામના મુહંમદ મોગરેલ,ઐયુબ બાલા મહમદ અમીન કાજી ખરોડ મદ્રેસાના પ્રિન્સિપાલ, મકસૂદભાઈ ખરોડિયા ખરોડ ગામ કમિટી પ્રમુખ, શોએબભાઈ ગંગાત તથા ભાદી ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ યુસુફભાઈ પઠાણ, ઇલયાસભાઈ પીર, મહમદભાઈ ફેન્સી, હારૂનભાઈ ડિપોટી સહિતના રહીશોએ અહમદભાઈ પટેલ તથા તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બ્રિજની મંજૂરી અપાવવા બદલ અહમદ પટેલ તથા નીતિન ગડકરીનો આભાર


ખરોડ ગામના સામાજિક કાર્યકર મુહંમદ મોગરેલના જણાવ્યા અનુસાર પાછલા બે વર્ષથી અમો બ્રિજ અંગેની રજૂઆત મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીથી લઈ રાષ્ટ્રપતિ ભવન સુધી કરાઇ હતી. જેના પરિણામે ૨૦૧૮માં આ પ્રોજેક્ટને મંજૂરી માટે ગાંધીનગર એનએચએઆઈ દ્વારા દિલ્હી હેડ ઓફિસ મોકલેલ હતી પરંતુ એનએચએઆઈ હેડ ઓફિસની મંજૂરી ન મળતી હોવાની રજૂઆત રાજ્ય સભાના સાંસદ અહમદભાઈ પટેલને કરાયેલ હતી. જેના પગલે અહમદભાઈ પટેલ દ્વારા ગણતરીના દિવસોમાં જ મંજૂરી અપાવતા સ્થાનિક લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અંડર પાસની મંજૂરી આપવા બદલ સાંસદ અહમદભાઈ પટેલ અને કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કરૂં છું અહમદભાઈ પટેલ આગામી દિવાસીઓમાં પણ આજ રીતે મદદરૂપ થાય એવી આશા રાખું છું.

ખરોડ ચોકડી પર અન્ડરપાસ બ્રિજ આશીર્વાદ રૂપ સમાન હશે : મહમદભાઈ ભૈયાત


ખરોડ ગામમાં વર્ષોથી રહી ચૂકેલા સરપંચ તથા હાલના ડે. સરપંચ મહમદભાઈ ભૈયાતે જણાવ્યું હતું કે, આ અન્ડર પાસ બ્રિજ માટેની માંગ છેલ્લા ર૦૦૮થી અમોએ રાજ્ય સભાના સાંસદ તથા જિલ્લાના પનોતા પુત્ર લોકલાડીલા નેતા અહમદભાઈ પટેલને કરી હતી અને આ વિસ્તારની લગોલગ, એચ.એમ.ટી. વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ, વેલ્ફેર હોસ્પિટલ પબ્લિક સ્કૂલ તથા બી.એડ. કોલેજ તથા પાનોલો ઓદ્યોગિક સામેલ છે. જ્યાંથી ને.હા.નં. ૪૮ પર દરરોજના હજારો વાહનોની અવરજવર હોઈ આ વિસ્તારમાં અન્ડર પાસ બ્રિજ સ્થાનિક પ્રજા તથા તમામ પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સમાન રહેશે અને જેના માટે અમો તથા ગ્રામ નિયોજનનાના સભ્યો અને ગ્રામજનો વતી અહમદભાઈ પટેલ અને નીતિન ગડકરીનો આભાર માનીએ છીએ.

અહમદભાઈ પટેલનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરતા યુસુફ પઠાણ


અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પર અન્ડર પાસ બ્રિજ અંગે ઘણા વર્ષોથી માંગ હતી અને જેને રાષ્ટ્રીય નેતા જિલ્લાના પનોતાપુત્ર લોકલાડીલા નેતા અહમદભાઈ પટેલે તાકીદે કેન્દ્રીય પરીવહન મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે આ પ્રોજેક્ટરની મંજૂરી અપાતા સ્થાનિક રહીશો તથા ભાદી ગામના પ્રજાજનોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાવા પામી છે.
રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ જે જિલ્લાના વિકાસ દ્રષ્ટિને લઈ તેઓ જિલ્લાના વિકાસમાં વધુ એક સુવિધા ઊભી કરતા તમામ પ્રજાજનોમાં ભારે આનંદની લાગણી જોવા મળી છે.
આ તકે ભાદી ગામના રહીશો વતી હું આનંદની લાગણી સાથે અહમદભાઈ પટેલનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.