કૌન કર સકતા હૈ, ઉસકી આતિશ સુઝૌ કો સર્દ
જિસકે હંગામો મેં હો ઈબ્લીસ કા શોઝ-એ-દારૂન
-અલ્લામા ઈકબાલ

એ જૂએ આબ બઢ કે હો દરયા-એ-તુંદ-ઓ-તૈઝ
સાહિલ તૂઝે અત્તા હો તો સાહિલ ના કર કબૂલ
-અલ્લામા ઈકબાલ
આગની વિરૂદ્ધમાં પાણી એ સજ્જન વિરૂદ્ધ દુર્જન એટલે કે અચ્છાઈ વિરૂદ્ધ બુરાઈનું પ્રતિબિંબ છે. હંમેશા દુષ્ટતાની સામે અચ્છાઈનો વિજય થાય છે અને આ બંને વચ્ચેનું યુદ્ધ અનંતકાળથી ચાલતું આવ્યું છે. આમ છતાં સારાપણા અને ખરાબપણા સાથે ઘણા પ્રતીકાત્મક વિચારો અને સિદ્ધાંતો સંકળાયેલા છે. જેમ કે પાણી એ સારાપણાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આગ એ ખરાબપણાનું વર્ણન કરે છે.
પ્રકૃતિની શક્તિ દર્શાવતી પ્રથમ તસવીર એક હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવીને વિજેતા બની હતી. આ તસવીર ૧૩ ડિસેમ્બર ર૦૧પની છે જ્યારે મેક્સિકોમાં આવેલા કોલીમા જ્વાળામુખીમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. તે રાત્રિએ ત્યાંનું વાતાવરણ એકદમ શુષ્ક અને ઠંડું હતું. રાખના કણોથી ઉદ્‌ભવેલા ઘર્ષણના કારણે આકાશમાં ૬૦૦ મીટર લાંબો પ્રકાશિત લિસોટો જોવા મળ્યો હતો. આ ઘટનાના કારણે અદ્‌ભુત નજારો સર્જાયો હતો. ર૦૧પના અંતભાગમાં આ જ્વાળામુખીમાં ઘણી વિસ્ફોટક પ્રવૃત્તિઓ જોવા મળી હતી. જેમાં જ્વાળામુખીના મુખથી રથી ૩ કિલોમીટર સુધી ઊંચા વિસ્ફોટો થતાં જોવા મળ્યા હતા જ્યારે રાત્રિ દરમિયાન જ્વાળામુખી ફાટે છે ત્યારે સળગતા લાવાના કારણે ૧૦૦ મીટર જેટલો લાંબો પ્રકાશિત લિસોટો જોવા મળે છે.
બીજી તસવીરમાં પાણીની સૌમ્યતા, નિર્મળતા અને સજ્જનતાની ઝલક દેખાય છે. અમેરિકાના ઉત્તરમાં આવેલા કેરોલિના ખાતેનો મૂરકોવ નામનો ધોધ માનવીને પોતાના વ્યસ્ત જીવનમાં તાજગી બક્ષી જાય છે. સાથોસાથ એક સારો સંદેશ પણ આપી જાય છે.