(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર તા. પ
આજે સવારે મુંબઈથી નાઇટ્રોજન ગેસ ભરી મુન્દ્રા તરફ જઈ રહેલું ટેન્કર અચાનક અમદાવાદ-હળવદ હાઇવે પર આવેલા દેવળીયા ગામ નજીક પલ્ટી મારી જતાં આગ ફાટી નીકળી હતી. હાઇવે પર વાહનોની ભીડ જામી ગઈ ગઈ હતી.
મળતી વિગત મુજબ આજે વહેલીસ સવારે અમદાવાદ માળીયા હાઇવે પર હળવદના દેવળીયા નજીક ટેન્કર નંબર જીજે ૧૫ વાય.વાય. ૭૧૮૮ અકસ્માતે પલટી ખાઈ ગયું હતું. જેથી હાઇવે પર ભાગદોડ મચી હતી અને જોત-જોતામાં ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.દેવળીયા નજીક પલટી ગયેલુ ટેન્કર મુંબઈથી નાઇટ્રોજન ગેસ ભરી મુન્દ્રા જઈ રહ્યું હતું. ત્યારે આ ઘટના ઘટી હતી. અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક મોરબી પાલિકાના ફાયરબ્રિગેડને કરવામાં આવતા મોરબી ફાયરબ્રિગેડ સ્ટાફ તુરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનાની માહિતી મળી હતી.