અંકલેશ્વર, તા.૧૧
અંકલેશ્વર હાઈવે પર આવેલ નવજીવન હોટેલની પાછળના ભાગે આવેલા ભંગારના ગોડાઉનમાં આજરોજ આગ ભભૂકી ઉઠતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. સદ્‌નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
અંકલેશ્વર હાઈવે પર આવેલા નવજીવન હોટલના પાછળની રંગોલી પાર્કના ભંગાર માર્કેટ વર્ષોથી આવેલ છે જેમાં એક ગોડાઉનમાં આજે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. ૧ બાદ ૧ એમ ૫થી વધુ ભંગારના ગોડાઉનમાં આગ ફેલાઈ હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના ૬ ફાયર ફાયટર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર મહામહેનતે કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, ભંગાર માર્કેટમાં અવાર-નવાર લાગતી આગ એ સમગ્રજનતા માટે અને જવાબદાર તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહી છે.