અમદાવાદ, તા.૧૬
અમદાવાદના જાણીતા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ભજીયા હાઉસમાં આગ લાગવાની ઘટના ફરીથી સામે આવી છે. જો કે, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. આ ઘટનામાં શોર્ટ સર્કિટના કારણે ભજીયા હાઉસમાં આગ લાગી હયો તેવું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે.
આ ઘટનામાં મળતી પ્રમાણે આજે બપોરના સુમારે અમદાવાદના જાણીતા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ભજીયા હાઉસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું સામે આવ્યું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળી શક્યા નથી.
અગાઉ પણ અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ભજીયા હાઉસમાં આગ લાગવાની ઘટના બની ચૂકી છે. જો કે, તે વખતે પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.