અમદાવાદ, તા.ર૪
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાફલો જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટરે આગને કાબૂમાં લીધી હતી. મોટેરા ખાતે વણઝારાના છાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મકાન મોટેરા સ્ટેડિયમથી માત્ર ૪૦૦ મીટર દૂર હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.