(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત શહેરના સિટીલાઇટ વિસ્તાર ખાતે આવેલ હાઇરાઇઝ ઇમારત સુર્યા પેલેસમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ૧૧મા માળે આવેલા પેન્ટ હાઉસમાં લાગેલી આગ નીચેના ૧૦મા માળ સુધી ફ્લેટમાં પ્રસરી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સીટીલાઇટ સ્થિત સુર્યા પેલેસના એ-વિંગમાં આવેલ ૧૧૦૨ પેન્ટ હાઉસમાં આજે સવારે સવા સાતેક વાગ્યાના આસરામાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઇ હતી. જેના કારણે આગ પ્રસરીને નીચે આવેલ ફ્લેટ નંબર ૧૦૦૨માં પહોંચી ગઇ હતી. આગ અને ધુમાડો જોઇને રહીસોમાં નાશભાગ મચી ગઇ હતી. જ્યારે એ – વિંગના તમામ ફ્લેટ ધારકોએ સમયચૂકતા વાપરી હતી અને કોઇ લિફ્ટનો કોઇ દાદર ઉતરીને એમ તમામ રહેવાસીઓ સહી – સલમત નીચે દોડી આવ્યા હતા. જ્યારે ઘટના અંગે જાણ થતા માનદરવાજા અને નવસારી બજાર ફાયર ફયટરો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ ઓલાવવાની કામગીરી શરૂ કરી હતી.