(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
રીંગરીંગની મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં આજે સવારે એકાએક આગ ફાટી નિકળતા માર્કેટમાં અફરાતફરી મચી જવા પામી છે. આગનો કોલ મળવાની સાથે જ પાંચ ફાયર સ્ટેશનમાંથી દસ ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, આગમાં કોઈ જાનહાની થવા પામી નથી.
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ રીંગરોડ મિલેનિયમ ટેક્ષટાઈલ માકેટ વિભાગ-૨માં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવલી સાડીની દુકાન નં-૨૭માં આજે સવારે અગિયાર વાગ્યાના અરસામાં એકાએક આગ ફાટી નિકળી હતી. માર્કેટમાં આગ લાગી હોવાની જાણ થતા વેપારી સહિત લોકો દુકાનમાંથી બહાર દોડી ગયા હતા અને માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના અંગે તાકિદે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા માન દરવાજા. ડુંભાલ, ભેસ્તાન, મજુરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનમાંથી દસ ગાડીઓ રવાના કરવામાં આવી હતી. સ્થર પર પહોદ્વચેલા ફાયરના લાશ્કરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સંદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગથી અકસ્માત કરી

Recent Comments