(એજન્સી) તા.૧૪
કલકત્તા યુનિવર્સિટીએ તેના સંકુલમાં આઇશી ઘોષને રજૂ કરતો સેમિનાર યોજવા દેવા માટે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યા બાદ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની (જેએનયુએસયુ) પ્રમુખ આઇશી ઘોષે તમામ લોકતાંત્રિક બળોને તમામ મતભેદો ભૂલીને આરએસએસને ભાજપની ભાગલાવાદી નીતિ સામે સખત લડત આપવા હાકલ કરી છે.
યુનિવર્સિટી ગેટની બહાર વિદ્યાર્થીઓને ઉદ્‌બોધન કરતાં આઇશી ઘોષે જણાવ્યું હતું કે જો લડતનો હેતુ એક જ હોય તો દરેકે એક બીજા આડે અવરોધો ઊભા કર્યા વગર હિંદુત્વ બળો સામે શેરીઓમાં ઉતરી આવવું જોઇએ. આઇશી ઘોષને યુનિવર્સિટી કોલેજ સ્ટ્રીટ કોલેજ કેમ્પસ પર કોલકાત્તા યુનિવર્સિટી : સ્વાયત્તતા બચાઓ, યુનિવર્સિટી મંચ બચાઓ એવા વિષય પર સેમિનારને ઉદ્‌બોધન કરનાર હતી.
સત્તાવાળાઓએ આ સેમિનાર માટે મંજૂરી નહી આપવા બદલ કોઇ કારણ જણાવ્યું નથી. મહત્વની વાત એ છે કે રાજ્ય પોલીસે આઇશી ઘોષને દુર્ગાપુરમાં રેલી યોજવા માટે પણ ઇન્કાર કર્યો હતો. સૂત્રોએ એવું જણાવ્યું હતું કે આઇશી ઘોષની રેલી અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીના નિર્ધારીત સરઘસ સાથે અથડામણ થવાની શક્યતાને જોતા સુરક્ષાને લગતી ચિંતા ઊભી થઇ હતી. ડાબેરી પાંખના જૂથોએ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું અને શાસક તૃણમૂલ કોંગ્રેસ સીએએ અને એનઆરસી જેવી કેન્દ્રીય નીતિઓનો વિરોધ કરવા માટે ખરેખર ગંભીર છે કે કેમ!