(એજન્સી) મુંબઇ,તા.૩૦
મહારાષ્ટ્રી વિધાનસભાના વિપક્ષના ત્રણ ધારાસભ્યોએ મંગળવારે રાજીનામા ધરી દીધા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. રાજીનામાં આપનાર ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી અટકળો પણ વહેતી થઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય કાલિદાસ કોલંબકર તેમજ એનસીપીના ધારાસભ્ય શિવેન્દ્રસિંહ ભોંસલે, વૈભવ પીછડ અને સંદીપ નાઈકે વિધાનસભાના અધ્યક્ષ હરભાઉ બાગડેને પોતાના રાજીનામા દક્ષિણ મુંબઈ સ્થિત વિધાનસભા ભવનમાં સોંપ્યા હતા.
કોલંબકર સાત વખત ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે તેમજ શિવેન્દ્રસિંહ ભોંસલે સતારા બેઠક પરથી ૨૦૧૪માં ૪૭,૮૧૩ મતની લીડથી જીત્યા હતા. સૂત્રોના મતે રાજીનામું આપનાર ચારેય ધારાસભ્યો બુધવારે ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રમાં આગામી બે માસમાં જ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે.