નવી દિલ્હી, તા.૪
• એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એમ.વેંકૈયા નાયડુની આજે થનાર ચૂંટણીમાં વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે.
• આજે સાંજ સુધીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિનું નામ જાહેર થઈ જશે. સંસદના સભ્યો ગુપ્ત મતદાન દ્વારા મત આપશે. શાસક પક્ષની લોકસભામાં પુષ્કળ બહુમતી છે એથી એમની જીત લગભગ નિશ્ચિત છે.
• વિપક્ષોએ પોતાના તરફથી ગોપાલ ક્રિશ્ના ગાંધીને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.
• મ્ત્નડ્ઢ અને જેડીયુ જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્ગડ્ઢછના રામનાથ કોવિંદને મત આપ્યો હતો. એમણે જાહેર કર્યું છે કે મેં ગાંધીને મત આપશે.
• જો કે જેડીયુએ દ્ગડ્ઢછ સાથે મળી બિહારમાં સરકાર રચી છે પણ રાષ્ટ્રીય સ્તરે દ્ગડ્ઢછ જોડાવા હજી નિર્ણય લીધો નથી.
• આજે સવારે ૧૦થી પ સુધી મતદાન થશે અને એ પછી તરત જ મત ગણતરી શરૂ થશે અને ૭ વાગે પરિણામ જાહેર કરાશે.
• રાજકીય પક્ષોએ પોતાના સભ્યોને વ્હીપ આપ્યું નથી કારણ કે ચૂંટણી ગુપ્ત મતદાનથી થવાની છે.
• હાલના રાષ્ટ્રપતિ હમીદ અન્સારીનો કાર્યકાળ ૧૦મી ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. એ સતત બે ટર્મ સુધી આ હોદ્દા પર રહ્યા છે.
• ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. લોકસભા અને રાજ્યસભામાં કુલ ૭૯૦ સભ્યો છે પણ લોકસભામાં ર બેઠકો ખાલી છે.
• લોકસભાના પ૪પ સભ્યોમાંથી દ્ગડ્ઢછ પાસે ૩૩૮ સભ્યો છે. ર૪૩ રાજ્યસભાના સભ્યોમાંથી ભાજપના પ૬ સભ્યો છે. પણ દ્ગડ્ઢછના સભ્યો મળી એમની બહુમતી થઈ જાય છે.
• જે વ્યક્તિ પ૦ ટકાથી એક વધુ મત મેળવશે એ વિજેતા જાહેર થશે.