(સંવાદદાતા દ્વારા)
ભાવનગર,તા.૯
રાજયની આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોને પગલે આવતીકાલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા-રેલી સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રાપ્ત વિગત મુજબ આંગણવાડી વર્કરો તથા હેલ્પરોના પગાર, વયનિવૃતિ મર્યાદા, નિવૃત્તિ સમયે અપાતી ગ્રેજયુઈટી પ્રો.ફંડ કે ઈ.એસ.આઈ. વગેરે પ્રશ્નોને લઈ વિવિધ આંદોલન બાદ સરકારે વચનો આપ્યા છતાં એક પણ પ્રશ્ન ન ઉકેલાતા આંગણવાડી કર્મચારીઓમાં રોષ પ્રવર્તી રહેલ છે તેમજ કેન્દ્ર સરકાર ખાનગી સ્વૈચ્છિક સંગઠનને આંગણવાડી સોંપી દેવા માગે છે. એવા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન દ્વારા તા.૧૦ જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં દેખાવો ધરણા યોજાશે એમ સંગઠનની યાદીમાં પ્રમુખ દ્વારા જણાવાયું છે.