(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે કામરેજના ઈંટના ભઠ્ઠામાં કામ કરતા પ્રેમી યુગલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં મળી આવેલા પ્રેમી યુગલને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ વિસ્તારમાં વેલંજા ચોકડી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પરિવારના મામા-ફોઈના ભાઈ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જો કે, લગ્ન થવાના કોઈ એંધાણ ન જણાતા આજે બંનેએ ખેતરમાં નાખવાની મેટાગોર નામની દવા પી લીધી હતી. ઈંટના ભઠ્ઠામાં સાથે કામ કરતા લોકોને ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે અને બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.