(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૪
આજના સમયમાં પણ આપણે હજુ પણ શિક્ષણથી પાછળ પડી ગયા છે, સમાજ અને તમારી પ્રગતિ માટે જ્ઞાન મેળવવા શિક્ષણની તાતી જરૂર છે, અને એ કોઇ પણ ઉંમરના બાધ વગર મેળવી શકાય છે અને તમે ઇમાનવાળા છો, માટે તમે સબર કરો અને સાચા માણસને સાથ આપો. કુર્આર્નને પઢો, તેવું સુરતના રૂસ્તમપુરા ખાતે ચિશ્તીયા ગ્રુપ દ્વારા યોજાયેલ ઇદ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સેન્ટ્રલ વકફ કમિટીના મેમ્બર અને રિડ.ડિજીપી એ.આઇ.સૈયદે જણાવ્યું હતું. જ્યારે આજના ઇદ મિલન સમારંભના કાર્યક્રમમાં હાજર ગુજરાત વકફ બોર્ડના હાલમાં વરાયેલા સીઇઓ મનસુરીએ પણ શિક્ષણ ઉપર જ મુસ્લિમ સમાજને ભાર લાવવા તથા સમાજમાં શિક્ષણનો ભૂખ ઉઘડશે તો તેનો વ્યાપ વધશે કારણ કે શિક્ષણમાં હાલમાં પણ મુસ્લિમોમાં રેસિયો દસ ટકા જેટલો જ વધ્યો હોવાનું તથા વકફની મિલ્કતોમાં જ કોલેજ અને શાળાઓ ખોલી શકાય તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું હતું. શહેરના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે ચિશ્તીયા ગ્રૃપના પ્રમુખ ફારૂકભાઇ અને સલીમભાઇ ફ્રુટવાલા દ્વારા ઇદ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શહેરના મોટા મહાનુભાવો તથા બે ધારાસભ્ય અને ગાંધીનગરથી વકફના મોટાભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં હાજર લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતું કે, આજના સમયમાં હિન્દુ-મુસ્લિમ એકતાએ સમયની માંગ છે, અંદરો-અંદર હળી મળીને અને આવા કાર્યક્રમમાં રહીને એકબીજાના વિચારો આદાન પ્રધાન કર્યો તો જે કોઇ ઉદ્‌ભેલ સમસ્યા મળીને અનુભવી શકાય છે. તેમણે કહ્યું કે, વકફની પ્રોપર્ટી બીજા કોઈની નહીં મુસ્લિમોની જ પ્રોપર્ટી છે. જ્યારે આજના ઇદ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય અને પૂર્વ મેયર રણજીતભાઇ ગિલીટવાળાએ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમના નામો આપણે આપી દીધા છે. જેથી વિચારોના મતભેદ રહ્યા છે, માટે બંને કોમમાં જો ખોટા વિચારો મતભેદ રહ્યા હોય તો તે કાઢી નાંખવા જોઇએ એજ સાચી ઇદ મિલન સમારંભ અને એ જ સાચી દિવાળી ગણાય, ઇદ મિલન સમારંભને સફળ બનાવવા માટે ચિશ્તીયા ગ્રુપના મુખ ફારૂખભાઇ, સલીમભાઇ ફ્રુટવાળા, આસીફ રંગુની, સૈયદ ઇફતેખાર, રશીદ ખાન, કમરૂદ્દીન, મેહમુદ, રીયાધ બાબા, તેમજ જમીર શેખ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવતા જેમાં શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.