ભાવનગર, તા.ર૮
ભાવનગર જિલ્લાના તળાજા શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી જમીન ખાલી કરી તેનો કબજો મેળવવા માટે કુખ્યાત શૈલેષ ધાંધલ્યા અને તેના બે સાગરિતોએ યુવાન સામે રિવોલ્વર તાકી હવામાં ફાયરિંગ કરી મારમારી ધાકધમકી આપી નાસી ગયાની તળાજા પોલીસ મથકમાં ગત તા.૧૬મી ઓગસ્ટે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન તળાજા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ધાંધલ્યા, મુકેશ મગન શીયાળ, ભદ્રેશ ઉર્ફે ભુરો ગૌસ્વામી નામના ત્રણેય આરોપીઓને અમદાવાદ પોલીસે ઝડપી લીધા હતા. આ અંગેની જાણ ભાવનગર પોલીસને કરાતા ભાવનગરની એલસીબી પોલીસ આરોપીઓનો કબજો લેવા અમદાવાદ રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે યોગેશભાઈ શામજીભાઈ પરમારે ઉક્ત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
કુખ્યાત શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણ આરોપી અમદાવાદામાં ઝડપાયા

Recent Comments