ભાવનગર, તા.૧
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં વિદેશી દારૂ અને બીયર ભરેલી કાર હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી તલાસી લેતા આ કારમાંથી રૂા.૧,૭૬,૮૦૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. પાલીતાણાના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ આ વિસ્તારમાંથી પસાર થતી કારને અટકાવી કારનો ચાલક રવિ ઉર્ફે મુન્નો દાનાભાઈ મોભ કારને છોડી નાસી છૂટ્યો હતો. પોલીસે કારને કબજે લઈ તલાસી લેતાં આ કાર તથા વિદેશી દારૂ અને બીયર સહિતનો રૂા.૧,૭૬,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટેલા આરોપી રવિરાજ મોભને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ અકવાડા નજીક શંકાસ્પદ હીલચાર કરી રહેલા વિજય હિંમત સોલંકી (ઉ.વ.ર૧ રહે.હાલ ગઘેડિયા ફિલ્ડ ઝુપડપટ્ટી, મૂળ ત્રાપજ તા.તળાજા, જિ.ભાવનગર) નામના શખ્સને અટકાવી તલાસી લેતા અને પૂછપરછ કરતા આ બંને શખ્સો પાસેથી ચોરાઉ મુદ્દામાલ મળી આવતા પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.