વેરાવળ, તા.૧પ
ગીર-સોમનાથ જિલ્લાના નવાબંદર ગામે આજથી ચાર દિવસ પહેલા પથ્થરના ઘા મારી ક્રુર હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે બે આરોપીઓને ઝડપી લઇ અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે.
આ ખૂનના ગુનાની વિગતો આપતા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ વિગતો આપતા જણાવેલ કે, નવાબંદર ગામે ગત તા.૧૦ના રાત્રીના સમયે રમેશ ભગવાનભાઇ સોલંકી (ઉ.વ.૩પ)ની પથ્થરના ઘા મારી ક્રુર હત્યા કરી લાશને ઝાડીમાં ફેંકી દીધેલ હતી. આ બનાવ અંગે મૃતકના નાના ભાઇ ભરત સોલંકીએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.સી.પી. કલમ ૩૦ર, ૧ર૦ (બી), ૩૪ મુજબનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધરેલ હતો.
નવાબંદર ગામ કોમ્યુનલ દૃષ્ટીએ અતીસંવેદનશીલ હોય ત્યારે ગામના યુવાનને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારવાના આ બનાવથી અન્ય કોઇ પ્રત્યાઘાતો ન પડે તે સારૂ ગુનાના આરોપીઓને શોધી કાઢવા જિલ્લા રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીએ સૂચના આપેલ તે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અલગ-અલગ ટીમો બનાવેલ મૃતક રમેશભાઇ છેલ્લે કેન્દ્રશાસીત દિવ પ્રદેશમાં ગયેલ હોવાનું જાણવા મળતા તેના આધારે સીસીટીવી ફૂટેજ મેળવેલ અને તે ફૂટેજના આધારે ટેકનીકલ સર્વેલન્સના આધારે શંકપડતા બે શખ્સોમાં (૧) રજાક કાસમશમા ભાડેલા (ઉ.વ.ર૩) તથા (ર) મોસીન ઉર્ફે હાજી હારૂનભાઇ સોઢા ભાડેલા (ઉ.વ.રપ) (રહે.બંને નવાબંદર વાળા)ની આગવી ઢબે પૂછપરછ કરતા આ બંનેએ ગુનો કરેલ હોવાનું જણાવતા તેના પુરાવાઓ મળતા બંને શખ્સોની આજરોજ ધોરણસરની અટક કરી અનડીટેકટ ગુનો શોધી કાઢેલ હોવાનું જણાવેલ હતું.
નવાબંદર ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપી ઝડપાયા

Recent Comments