ઉના, તા.૬
ગઇરાત્રીના સમયે દેલવાડાના ગુપ્ત પ્રયાગ રોડ પર શ્યામનગર સાઇબાબા મંદિર પાસે રહેતા અને કડીયા કામ કરતા વશરામભાઇ સામતભાઇ મજેઠીયાનો પરીવાર રહે છે વશરામભાઇ મજેઠીયાના પુત્ર જીજ્ઞેશ આજથી ૧ વર્ષ પહેલા પોતાની બહેનની મશ્કરી દેલવાડા ગામે રહેતા સુનિલ કરશન ભાલીયા નામના શખ્સે કરેલ હોય જે બાબતે ઠપકો આપેલ તેનો બદલો લેવા સુનિલ કરશન ભાલીયા તેમજ ઉનાના કાનજી મેઘજી મકવાણા, સંજય અશોક ડાભી, રમેશ ભીખા રાઠોડ, ઉમેશ બાબુ ચૈાહાણ, અશોક ઉર્ફે અશ્વિન ભીખા વાણંદએ એક સંપ કરીને ધાતક પાઇપ ધોકા સહીતના ઘાતક હથિયારો કાર નં.જી.જે.૧૧એસ ૫૪૪૭માં બેસીને જીજ્ઞેશ મજેઠીયાના ઘર પર હુમલો કરીને જીજ્ઞેશ પર જીવલેણ હુમલો કરતા યુવાનને બચાવવા તેના કાકા પ્રવિણ સામતભાઇ તેમજ મરનારના બીજા કાકા રાજુભાઇ તથા તેની માતા નયનાબેન અને ભાઇ યશ દોડીને જીજ્ઞેશને બચાવવા વચ્ચે પડતા ઉપરોક્ત ૬ શખ્સોએ તેના પર પણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોચાડતા અને દેકારો થતાં આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઇ જતાં ૬ શખ્સો પોતાની કાર ધટના સ્થળે છોડી નાશી છુટેલા ત્યાર બાદ ઘાયલ યુવાન જીજ્ઞેશ અને ઇજા પામનાર લોકોને ઉનાની ખાનગી હોસ્પીટલમાં લાવવામાં આવેલ ત્યા ફરજ પરના તબીબે જીજ્ઞેશને મૃત જાહેર કરેલ ત્યાર બાદ ઉના સરકારી હોસ્પીટલમાં પી.એમ માટે લાશને લઇ જવાયેલ ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલા હતા. આ બનાવની ઉના પોલીસમાં ફરીયાદ મૃતક યુવાનના કાકા પ્રવિણ સામતભાઇ મજેઠીયા કોળીએ ૬ શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવેલ છે. ઉના પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ હત્યાના બનાવમાં સંડોવાયેલા ૬ શખ્સોને તાત્કાલીક આઇપીસી કલમ ૩૦૨,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૫૦૪,૧૩૫ મુજબ ગુન્હામાં ઝડપી લઇ બનાવ અંગે પુછપરછ હાથ ધરી હત્યાના બનાવમાં ઉપયોગ લેવાયેલ કાર તેમજ પાઇપ, લાકડાના ધોકા જેવા હથિયારો કબ્જે કરી તપાસ હાથ ધરેલ છે.