(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૪
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામની સીમમાં વાળંદવાળા ખેતરમાં જવાની નળીમાંથી મેધવાના યુવકનું ગળુ દબાવી હત્યા કરવાનાં ગુનાનો ભેદ પોલીસે ગણતરીનાં દિવસોમાં ઉકેલી નાખી યુવકની પત્નીએ તેનાં પ્રેમી સાથે મળી યુવકની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે યુવકની પત્ની અને તેનાં પ્રેમી સહિત ત્રણ ને ઝડપી પાડી વધુ પુછપરછ કરતા પ્રેમિકાનાં પતિની હત્યા કર્યા બાદ પ્રેમી પોતાની પત્ની,પિતા અને ભત્રીજીની પણ હત્યા કરનાર હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.
પણસોરા ગામની સીમમાં વાળંદનાં કુવા વાળા ખેતરમાં જવાની નળીમાંથી ગત શનિવારે રાત્રે મેધવા ગામનાં ગૌતમભાઈ ચંદુભાઈ પટેલની લાસ મળી આવી હતી,પોલીસે પોષ્ટમોર્ટમ કરાવીને તપાસ કરતા યુવાનનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ગૌૈતમની પત્ની શિતલબેન પર શંકા જતા તેનાં કોલ ડીટેઈલ્સ મેળવી ધનિષ્ઠ તપાસ કરતા પત્ની શિતલએ જ પોતાનાં પ્રેમી સાથે મળીને પ્રેમસંબધમાં આડખીલી બનનાર પતિનો કાંટો કાઢી નાખવા હત્યાની યોજના બનાવી હોવાનું ખુલ્યું હતું.આ અંગે આણંદનાં ડીવાયએસપી બી કે જાડેજાએ માહીતી આપતા જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનનાર ગૌતમ પટેલની પત્ની શીતલબેન પર શંકા જતા તેણીનાં મોબાઈલફોનની કોલડીટેઈલ્સ કઢાવી તપાસ કરતા શીતલને અમદાવાદનાં ઓઢવ ખાતે રહેતા ચંદ્રકાત નટુભાઈ પટેલ સાથે સૌૈથી વધુ વાતો થતી હોવાનું ખુલતા પોલીસે શીતલની પુછપરછ કરતા તેણે છેલ્લા દોઢ વર્ષથી ચંદ્રકાત સાથે પ્રેમસબંધ હોવાની કબુલાત કરી હતી,અને આ પ્રેમસબંઘમાં પતિ ગૌતમ અવરોધરુપ હોઈ શીતલ તેમજ ચંદ્રકાંતએે ગૌતમની હત્યા કરવાની યોજના કરી હતી,અને ગૌતમની હત્યા કર્યા બાદ ચંદ્રકાતની પત્ની,તેનાં પિતા તેમજ ભત્રીજીની પણ હત્યા કરવાની યોજના બનાવી હોવાની કબુલાત કરતા પોલીસ ચોંકી ઉઠી હતી.
ડીવાયએસપી બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યારે ગૌૈતમની લાસ મળી ત્યારે તેની પત્ની શીતલ કોઈ પોલીસ કાર્યવાહી કરવા નહીં માંગતી હોવાનું જણાવ્યું હતું તેમજ પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ ગળુ દબાવી હત્યા કરાયાનું ખુલ્યા બાદ પણ શીતલએ કોઈ ફરિયાદ કરવા માંગતી નહીં હોવાનું જણાવતા પોલીસે જાતે ફરીયાદી બની હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે હત્યામાં વપરાયેલી કાર કબ્જે કરી આરોપીઓ શીતલબેન ગૌતમભાઈ પટેલ, ચંદ્રકાંત નટુભાઈ પટેલ રહે. ઓઢવ, અમદાવાદ અને મહેશ ઉર્ફે જીગો મનુભાઈ પરમાર રહે, ભુમસ પાણીની ટાંકી પાસે, તા.મહુધા જિ. આણંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેધવાના યુવકની હત્યા કેસમાં પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

Recent Comments