(એજન્સી) નવી દિલ્હી,તા.૩૧
ટેક્સ રિર્ટન ભરવાની અંતિમ તારીખે આયકર વિભાગની વેબસાઈટ પર તકનિકી ખામી આવવાની ફરિયાદો મળતાં ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી)એ ઈન્કમ ટેક્સ રિર્ટન ભરવાની મુદ્દતને વધારવાનો નિર્ણય કર્યો છે. આયકર રિર્ટનની તારીખ લંબાવીને પાંચ ઓગસ્ટ કરવામા આવી છે. વિભાગને ડિજિટલ દ્વારા બે કરોડ રિટર્ન્સ પ્રાપ્ત કર્યા છે. ગત શનિવારે સીબીડીટીએ અંતિમ તારીખની મુદ્દત વધારવાની વાતને નકારી હતી. અગાઉ આ મહિનામાં કરદાતાઓને શ્રેષ્ઠ સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ફરિયાદોમાં ઘટાડો થાય તે હેતુસર નાણામંત્રી અરૂણ જેટલીએ કરદાતાઓ માટે મોબાઈલ એપ ‘આયકર સેતુ’ લોન્ચ કરી હતી. એપના ઉદ્‌ઘાટન દરમ્યાન જેટલીએ જણાવ્યું હતું કે, અનેક કારણોસર સીબીડીટી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ એપ કોઈ પણ પ્રકારની બાહ્ય મદદ વિના નાગરીકોની સમસ્યાઓનુ નિરાકરણ લાવશે.