કેપટાઉન,તા.૧૭
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટ્‌ન એબી ડી વિલિયર્સે પાકિસ્તાનમાં ઇન્ટરનશેનલ ક્રિકેટનું આયોજન થાય તે માટે પોતાનું સમર્થન આપ્યું છે. તેણે કહ્યું કે પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી માટે આ યોગ્ય સમય છે અને મારી પાસે પાકિસ્તાનને મદદ કરવાની આ એક તક છે. ડી વિલિયર્સને લાગે છે કે પાકિસ્તાન સુપર લીગમાં તેના રમવાથી દુનિયાના મોટા પ્લેયર્સ પાકિસ્તાનમાં રમવા તૈયાર થશે.પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન ટીમની બસ પર આતંકી હમલો થયો હતો. તે પછી ત્યાં ૧૦ વર્ષમાં ફક્ત વેસ્ટ ઇન્ડિઝની ટીમ મેચ રમવા ગઈ છે. ગયા વર્ષે બંને દેશ વચ્ચે ૩ મેચની ટી-૨૦ સિરીઝ રમાઈ હતી. તે સિવાય પાકિસ્તાને યુએઈને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું છે.આ વર્ષે ૯ અને ૧૦ માર્ચના રોજ લાહોરમાં પીએસએલના મેચનું આયોજન થશે. આ બંને મેચમાં ડી વિલિયર્સ રમી શકે છે. તેણે કહ્યું કે,” હું થોડા વર્ષો પહેલા પાકિસ્તાન જવા તૈયાર ન હતો. બધા ત્યાંની પરિસ્થિતિને લઈને ચિંતિત હતા. અત્યારે મને લાગે છે કે આ પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસીનો યોગ્ય સમય છે.