(એજન્સી) દિલ્હી, તા.૧
અભિનેતા પ્રકાશરાજે નવા વર્ષ નિમિત્તે રાજનીતિમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. પ્રકાશ રાજે કહ્યું કે, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે ટ્‌વીટર પર આ જાહેરાત કરી હતી. તેમણે દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પ્રકાશ રાજે કહ્યું કે, નવી શરૂઆત અને નવી જવાબદારીઓ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીશું. કંઈ બેઠક પર ચૂંટણી લડવી તે ઝડપી જાણ કરીશ. “અબકી બાર જનતા સરકાર” નવું સૂત્ર તેમણે આપ્યું હતું. પ્રકાશરાજ રાજકીય ક્ષેત્રે ચર્ચામાં રહે છે. પ્રકાશ રાજની એવા અભિનેતાઓમાં ગણતરી થાય છે જે ટિપ્પણી કરવાની ચૂકતા નથી. તેમણે ઘણીવાર મોદી સરકારની આલોચના કરી છે. દેશના મુદ્દાઓ પર તેમના વિચારો રાખ્યા છે.
દક્ષિણના અભિનેતાએ હાલની ચાર રાજ્યોની ચૂંટણીઓ અંગે ભાજપ પર નિશાન તાક્યું છે. તેમણે ટ્‌વીટ કરી ભાજપના ખરાબ પ્રદર્શન અંગે કડક ટીકા લખી હતી. ટ્‌વીટર પર લખ્યું હતું કે, “સીટઝન્સ મનકીબાતે” ચૂંટણી પર ચૂંટણી બાય બાય બીજેપી” કારણ તમે જાણો છો. પ્રકાશ રાજે એક તસવીર પોસ્ટ કરી મોદી સરકારને કઠેડામાં ઉભી કરી છે. પ્રકાશરાજ બોલિવૂડના પણ નામાંકિત છે. પ્રકાશ રાજે સિંઘમ અને વોન્ટેડ જેવી સુપરહીટ ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો છે. પેટ્રોલના ભાવમાં ૧ પૈસાની કટૌતીને તેમણે નાટક બતાવ્યું હતું. ર૦૧૮માં તેમણે કહ્યું હતું કે તેઓ હિન્દુ વિરોધી નથી માત્ર મોદીનો વિરોધ કરે છે. ટીકાકારો અને હિન્દુ વિરોધી કરે. છે. પરંતુ હું મોદી, શાહ, હેગડેનો વિરોધી છેે. ગૌરીલંકેશ હત્યાકાંડમાં પ્રકાશરાજે ન્યાયની માગણી કરી હતી. વડાપ્રધાન મોદીની ટીકા કરવાના કારણે બોલિવૂડના ફિલ્મકારોએ તેમને નકારી દીધા છે. દક્ષિણમાં રજનીકાન્ત, કમલ હસન બાદ પ્રકાશ રાજ રાજકારણમાં જોડાયેલ અભિનેતા છે. ગૌરીલંકેશ હત્યાકાંડ અંગે વડાપ્રધાન મોદીને મૌન તોડવા કહ્યું જો વડાપ્રધાન આ મુદ્દો ધ્યાન પર નથી લેતા તો તેણે તેમને મળેલા રાષ્ટ્રીય પુરસ્કાર પરત કરશે