(એજન્સી) તા.૩૦
ઉદ્ધવ ઠાકરે સરકારમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવાનો છે. સૌથી મોટી વાત આજે શિવસેના પોતાના એકમાત્ર મુસ્લિમ સાંસદ અબ્દુલ સત્તારને મંત્રી બનાવી શકે છે. ખાસ સૂત્રો અનુસાર મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાના નેતૃત્વમાં ચાલી રહેલી સરકારના મંત્રીમંડળનો વિસ્તાર આજે થશે. ઉદ્ધવ ઠાકરેએ ૩રમાં શપથગ્રહણ પછી આજે અજીત પવાર એકવાર ફરી ઉપમુખ્યમંત્રી પદની શપથ લઈ શકે છે. સાથે જ ત્રણેય પાર્ટીઓના ઘણા મંત્રી પણ શપથ લેશે. સૂત્રો અનુસાર શિવસેનાથી આદિત્ય ઠાકરે પણ આજે મંત્રી પદના શપથ લઈ શકે છે. આદિત્ય ઠાકરેએ પહેલીવાર ચૂંટણી લડી છે અને વર્લીથી ચૂંટણી જીતી છે. મંત્રીમંડળમાં શિવસેનાની તરફથી આદિત્ય ઠાકરે, ઉદય સામંત, અબ્દુલ સત્તાર, શંકર ગડખ, અનિલ પરબ, સંદીપન ભૂમરે, શંભુરાજ દેસાઈ, યેદગાઉકર, સંજય રાઠોડ, ગુલાબ પાટિલ, દાદા ભૂસે સામેલ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ જ્યારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે કેટલાક જ મંત્રીઓએ પદભાર સંભાળ્યો હતો. હવે પૂરી રીતે મંત્રીમંડળનો વિસ્તાર થઈ રહ્યો છે. મંત્રીમંડળનું વિસ્તરણ સીટોના હિસાબથી થશે એવું બતાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ-૧૦ કેબિનેટ, ર રાજ્યમંત્રી, એનસીપી-૧ર કેબિનેટ, ૪ રાજ્યમંત્રી, શિવસેના-૧૧ કેબિનેટ, ૩ રાજ્યમંત્રી શપથ લઈ શકે છે. મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં એનસીપીનો દબદબો વધી શકે છે કેમ કે, અજીત પવારની એકવાર ફરી ઉપમુખ્યમંત્રી રૂપે એન્ટ્રી થઈ રહી છે. સાથે જ તેમની પાસે ગૃહમંત્રાલય રહી શકે છે. આ સિવાય એનસીપીથી ધરમ રાવ અત્રમ, રાજેશ ટોપે, નવાબ મલિક, સંગ્રામ જગતપ, હસન મુશરીફ, અનિલ દેશમુખ, અદિતી તરકરે અને રાજુ શેટ્ટીને મંત્રી બનાવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.