ઝિંદગી કતરે કી સિખલાતી હૈ અસરાર-એ-હયાત
યે કભી ગૌહર, કભી આંસુ હુવા
– અલ્લામા ઈકબાલ

‘જળ વિના જીવન’ની કલ્પના કરવી અશક્ય છે. પાણીની અછત એ દરેક સજીવ માટે જાણે કે મૃત્યુદંડ બની જાય છે. સૂકી ધરતી પર પડેલી ફાટની જેમ જીવનની ધરતી પણ જાણે કે પાણી વિના શુષ્ક બની જાય છે. જળ વિના આત્મા ફૂલની જેમ કરમાઈ જાય છે અને પોતાની તરસ છીપાવવા મોત છાનેપગે વહી આવે છે.
જમ્મુમાં તપતી બપોરે એક વાનર નળમાંથી પાણી પી રહ્યો હતો તે સમયે પ્રથમ તસવીર લેવામાં આવી હતી.
બીજી તસવીર દરિયામાં એક હોડીમાં મળી આવેલા ૭ર૭ શરણાર્થીઓ મ્યાનમારના ઉત્તરી માઉન્ગડો ટાઉનશીપની બહાર અને કેન્યીન ચાઉંગ જેટ્ટી નજીક આવેલા શરણાર્થી કેમ્પ ખાતે ખાલી બોટલોમાં વરસાદનું પાણી એકઠું કરતાં જોઈ શકાય છે. આ તસવીર જોઈને ખ્યાલ તો આવી જ જાય કે અહીં તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હશે.