અમરેલી, તા.૧પ
અમરેલીમાં નર્સિંગ કોલેજના મહિલા લેક્ચરર પોતાના પગાર વધારા બાબતે ટ્રસ્ટી પાસે તેની ચેમ્બરમાં રજૂઆત કરવા જતા ટ્રસ્ટીએ પોતાની પુત્રીની ઉંમરની લેક્ચરર મહિલા કર્મચારીને બાથમાં ભીડવાની કોશીશ કરી અભદ્ર માગણી કરી હાથ પકડતા તેણી ગભરાઈ ચેમ્બરની બહાર ભાગી ગયેલ અને પરિવાર સાથે અમરેલી તાલુકા પોલીસમાં ઉક્ત ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર જાગેલ છે.
અમરેલીના બગસરા રોડ ઉપર આવેલ કે.એમ. જાની કોલેજ એન્ડ નર્સિંગ કોલેજમાં મહિલા લેક્ચરર તરીકે નોકરી કરતી અને લાઠી રોડ ઉપર રહેતી એક ૨૩ વર્ષીય મહિલા કોલેજમાં પ્રથમ વર્ષ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને થોડાક દિવસોથી અભ્યાસ કરાવી રહી છે સાથે સાથે આ કોલજેના બી.એડનો અભ્યાસ કરવા એડમિશન મેળવેલ હોઈ ઉક્ત મહિલા કર્મચારીએ એમએસસી માઈક્રો બાઈલોજીનો અભ્યાસ કરેલ હોઈ જેથી કોલેજના ટ્રસ્ટી અતુલ જાનીએ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના લેક્ચરર તરીકે જોબ ઓફર કરી હતી જેથી તે જ દિવસે આ મહિલા કર્મચારીએ નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો લેક્ચર લઇ ક્લાસ કર્યો હતો અને ત્યાંથી આવી ટ્રસ્ટી અતુલ જાની પાસે પગારની ચોખવટ કરવા ગયેલ અને ટ્રસ્ટીએ મહિલા લેક્ચરર તરીકે ૧૦ હજારના પગાર આપવાની વાત કરેલ જેથી મહિલાએ કહેલ કે ૧૦ હજાર પગાર મને ઓછો પડે તેમ જણાવતા જાનીએ મહિલાનો હાથ ટેબલ ઉપર હોઈ તેના હાથ ઉપર હાથ રાખી કહેલ કે મારા ઉપર વિશ્વાસ રાખ પગાર પછી વધારી દઈશ તેમ કહેતા તેણીએ કહેલ કે બેથી ત્રણ દિવસ ક્લાસ લઇ આપીશ ત્યાબાદ ચોક્કસ જણાવીશ તેમ કહેલ જેથી નર્સિંગનો સિલેબસ બાકી હોઈ રવિવારે પણ કોલેજમાં આવવાનું કહેતા આ મહિલા કર્મચારી ગઈકાલે રવિવારે કોલેજે આવેલ અને લેક્ચર લઈ પોતાના પગાર બાબતે ટ્રસ્ટી અતુલ જાનીની ચેમ્બરમાં ગયેલ અને ત્યાં તેઓ એકલા હતા તેણીએ કહેલ કે મને સુરતમાં કંપનીમાં ૧૮,૦૦૦ પગાર આપતા હતા જેથી જાનીએ કહેલ કે, વિશ્વાસ રાખ હું તારો પગાર વધારી દઈશ તને સેટિંગ કરી આપીશ તેમ કહી જાની ખુરશી ઉપરથી ઉભો થઇ મહિલા કર્મચારીનો હાથ પકડી તેને બાથમાં લેવાની કોશીશ કરી અભદ્ર માગણી કરી તારો પગાર પણ વધારી દઈશ તેમ કહેતા મહિલા કર્મચારી ટ્રસ્ટી અતુલ જાનીના આ વર્તનથી ગભરાઈ ચેમ્બરની બહાર ભાગી ગયેલ અને આ બાબતની વાત તેણે તેના જીજાજી અને પરિવારને કહેતા અમરેલી તાલુકા પોલીસમાં કે.એમ. જાની કોલેજના ટ્રસ્ટી અતુલ જાની સામે મહિલા કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૫૪એ ૧(૧૧)૫૦૯ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા કર્મચારીઓ સાથે અગાઉ અતુલ જાની દ્વારા શોષણ થયેલ હોવાની ચર્ચા
અમરેલીની જાની કોલેજના ટ્રસ્ટી અતુલ જાની દ્વારા તેની કોલેજની મહિલા લેક્ચરર સાથે કરવમાં આવેલ છેડતી તેમજ શોષણ કરવાની કોશીશથી સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર જાગેલ છે. મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ કરી બહાદૂરીનું કામ કરેલ છે ત્યારે ઊંચેે સુધી પહોંચ ધરાવતા અતુલ જાની તેની કોલેજમાં અનેક વિદ્યાર્થિનીઓ તેમજ કોલેજની મહિલા કર્મચારી સાથે અગાઉ પણ શારીરિક શોષણ કર્યું હોવાની ચર્ચા ઉઠેલ છે. કોલેજમાં અતુલ જાની દ્વારા અનેક કાંડ કરવામાં આવેલ હોવાનું ચર્ચા દ્વારા જાણવા મળેલ છે. અતુલ જાની સામે જિલ્લાના બાહોશ અને કર્તવ્યનિષ્ઠ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દારા તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
અમરેલીની કે.એમ. જાની કોલેજના ટ્રસ્ટીની મહિલા લેક્ચરર સાથે અભદ્ર માગણીથી ચકચાર

Recent Comments