(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના સચીન પારડીગામ રાજઅભિષેક સોસાયટીમાં પાડોશીઓ બાખડતાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ સચીન પોલીસ મથકે નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સચીન પારડીગામ રાજઅભિષેક સોસાયટીમાં રહેતાં પુનીત શુકલા, પુનીતની મમ્મી, પુનીતના ભાઈએ ફરિયાદી બહેનને ગંદી ગાળો આપી હાથ પકડી લઈ અન્ય ફ્‌લેટની મહિલાઓનો કોલર પકડી શારીરિક અડપલાં કરી માર મારવાની ધમકી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કચરો ફેંકવા બાબતે ઝઘડો થયો હતો. સચીન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૫૪, ૫૦૪, ૫૦૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.