(એજન્સી) કોલકાતા, તા.૬
જેએનયુમાં વિદ્યાર્થીઓ ઉપર કરાયેલ હુમલાની ગંભીર નોંધ લઈ નોબેલ પ્રાઈઝ વિજેતા અભિજીત બેનરજીએ જણાવ્યું કે, આવી ઘટનાઓથી ભારતની છબિ વિદેશોમાં ખરડાય છે. એમણે સરકારને વિનંતી કરી કે સરકારે લોકો સમક્ષ આ ઘટનાનું સત્ય જાહેર કરવું જોઈએ. જેએનયુના પૂર્વ વિદાર્થી બેનરજીએ કહ્યું કે, જે પણ ભારતીય દેશની છબિની ફિકર કરતો હશે એમને ચિંતા થવી જોઈએ. જ્યારે જર્મનીમાં નાઝી શાસન સ્થાપવાનો હતો એના વર્ષો પહેલાં ત્યાં આવી ઘટનાઓ બનતી હતી, અર્થાત આપણો દેશ નાઝી શાસન તરફ જઈ રહ્યું છે. બેનરજીએ એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકારે આ ઘટનાનું સત્ય જાહેર કરવું જ જોઈએ. સરકારે અને અન્ય પક્ષોએ સામસામે આક્ષેપોથી દૂર રહેવું જોઈએ. જ્યારે જેએનયુના રજિસ્ટ્રારે પોતાના નિવેદનમાં આ ઘટના બદલ ફી વધારાનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓને દોષી ઠરાવ્યા હતા. એ પછી બેનરજીએ કહ્યું હતું કે, અમને હાલમાં તો ઘવાયેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ચિંતા છે અને અપેક્ષા રાખીએ કે એ જલ્દીથી સાજા થાય. એમણે જણાવ્યું કે, જ્યારે એ જેએનયુમાં વિદ્યાર્થી હતા ત્યારે પણ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
Recent Comments