(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ભાજપ સામેની ઝુંબેશમાં કોંગ્રેસમાં જોડવાની વિચારણા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા અભિનંદન પાઠકે આગામી ચૂંટણીઓમાં શા માટે તેઓ ભાજપ માટે પ્રચાર નહીં કરવાના હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે ભાજપ માટે પ્રચાર નહીં કરવાના પોતાના નિર્ણયને વાજબી ઠરાવીને એવો દાવો કર્યો છે કે સરકાર સામેના લોકોના રોષનો સામનો કરીને તેઓ કંટાળી ગયા છે. પાઠકે વડાપ્રધાનને નિરાશ કરવાનો ભાજપ સામે આરોપ મુક્યો છે. પાઠકે વડાપ્રધાન જેવા દેખાતા હોવાને કારણે લોકોના રોષનો ભોગ બન્યાની પોતાની પીડા શેર કરી હતી.