(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એક નિવેદન કરી વડાપ્રધાન મોદીની ઝાટકણી કાઢતા કહ્યું છે કે રિઝર્વ બેંકની ૩.૬ લાખ કરોડ રકમ મેળવી કેન્દ્ર સરકાર દેશમાં બીજી નોટબંધીની આફત ઊભી કરી રહી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર રિઝર્વ બેંકના ખજાનાને પાછલા દરવાજેથી લૂંટી લેવા માટે ષડયંત્ર રચ્યું છે. રિઝર્વ બેંકના કન્ટીજન્સી ફંડને ઓછું કરવાના પ્રસ્તાવ અંગે મોદી સરકાર પર પ્રહારો કર્યા. આ કદમ નોટબંધીનો ભાગ-ર સમાન છે. રિઝર્વ બેંકના કન્ટીજન્સી રિઝર્વ જે પહેલાં ૧ર પ્રતિશત હતી તે ૮ પ્રતિશતથી ૬ પ્રતિશત થઈ ગઈ. સરકાર હવે તેના અંતિમ ચરણોમાં વધુ ઓછી કરવા માંગે છે. સિંઘવીએ કહ્યું કે, નોટબંધી બાદ દેશની જીડીપી દોઢ ટકો ઘટી છે. હવે સરકાર ચોરી છૂપીથી ૩.૬ લાખ કરોડ વિશેષ લાભ હાંસલ કરવા માંગે છે. આ ભ્રષ્ટાચારની નવી પહેલ છે. ૬ ટકા કન્ટીજન્સી ફંડ વિશ્વભરમાં ન્યુનત્તમ મનાય છે. જે કટોકટીના સમય માટે છે. હવે મોદી સરકાર ૬ ટકાથી ઓછું કરવા માંગે છે. સામાન્ય ચૂંટણી પહેલાં આ કદમ માટે ત્રણ ઉદ્દેશ હોઈ શકે. અનૈતિક અને અવૈધ ચૂંટણી જાહેરાતો કરવી. પૂંજીપતિ મિત્રોને લાભ આપવો, તેમજ દર વર્ષે રિઝર્વ બેંકને મળતો લાભ જે નોટબંધીથી ઓછો થયો છે. તેની પૂર્તિ કરવાનો હેતુ છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક દર વર્ષે સરકારને તેના લાભમાં હિસ્સો આપે છે. જે ગયા વર્ષે ૬પ હજાર કરોડ હતી. જે તૂટીને ૩૦ હજાર કરોડ થઈ ગઈ. તેની ભરપાઈ માટે સરકારી તિકડમ લગાવવાના શરૂ કર્યા. હવે વડાપ્રધાન અને નાણાપ્રધાન પાસે કોઈ જવાબ નથી. સરકારની નીતિ, સોચ, ચાલ, ચરિત્ર અને ચહેરો સ્પષ્ટ દેખાય છે. રિઝર્વ બેંકના આર્થિક મૂડી માળખાને નિશ્ચિત કરવા મોદી સરકાર બોગસ દલીલો કરી રહી છે. રિઝર્વ બેંકના કેપિટલ ફ્રેમ વર્કને ફિક્સ કરવાનો અર્થ શું ? મોદી સરકારે ૪ વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ભારેખમ ટેક્ષમાંથી ૧ર લાખ કરોડ મેળવ્યા છે. શું આ નાણાં જાહેર ક્ષેત્રની બેંકોમાં ઠાલવવાના છે ? જે તેમના મૂડીપતિ મિત્રો માટે મદદરૂપ બને.