(એજન્સી)નવી દિલ્હી,તા.૧૧
રવિવારે ચૂંટણી સર્વે બ્રોડકાસ્ટ કરતી વખતે એબીપી ન્યુઝ ચેનલે સ્કીન પર એનડીએને માત્ર પ૪૩ બેઠકો ધરાવતી લોકસભામાં પ૬૪ બેઠકો મળવાની આગાહી કરતા સોશિયલ મીડિયા પર મજાકનું કેન્દ્ર બની છે.
ખરેખર ચેનલની ધારણા એનડીએને ર૬૪ બેઠકોની હતી પરંતુ સ્કીન ફલેશમાં ભૂલ થતા પ૬૪ અંક દર્શાવાયો હતો. છેલ્લા કેટલાક મહિનાથી ચેનલ પર ભાજપ તરફી હોવાનો આરોપ મૂકાઈ રહ્યો છે ત્યારે આ ઘટનાથી આ ચર્ચાને વધુ જોર મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચેનલે મોદી ટીકા કરતા સમાચાર પ્રસારિત કરવા બદલ મેનેજિંગ એડિટર સહિત ત્રણ વરિષ્ઠ પત્રકારોને બરતરફ કર્યા બાદ પણ ચેનલ ચર્ચામાં આવી હતી. હાલ લોકો ચેનલની ટેગલાઈન ‘આપણે રખે આગે’ને બેઠકોની સંખ્યામાં ગોટાળા સાથે જોડી ચેનલની ભારે મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક આને અંધભક્તિ અને ભાજપપક્ષી વલણ ગણાવી ચેનલો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.