(એજન્સી) જેરૂસલેમ, તા.૧૭
કબજા હેઠળના પૂર્વીય જેરૂસલેમમાં આવેલ અબુ દિસમાં ઈઝરાયેલી જવાનો સાથે શુક્રવારે સાંજે અથડામણ થતાં આશરે રપ પેલેસ્ટીની યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. રેડ ક્રેસન્ટના સૂત્રોએ જણાવ્યું કે છ યુવકો રબરની બુલેટથી ઘવાયા હતા. સ્ટન ગ્રેનેડથી ત્રણ અને અન્ય ૧૬ને ટીયર ગેસના લીધે શ્વસન સંબંધી સમસ્યા ઊભી થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે ઈઝરાયેલી સૈનિકો સ્થાનિક યુવક સાથે હિંસાત્મક રીતે કાર્યવાહી કરી રહ્યા હતા. જેમણે શહેરમાં તેમની હાજરીનો વિરોધ પથ્થરમારો કરીને તથા સળગતા ટાયરો ફેંકીને ચક્કાજામ કરીને કર્યો હતો. ઈઝરાયેલી કબજા હેઠળના દળો વારંવાર અબુ દિસના નાગરિકોનું તેમના નિવાસસ્થાનેથી અપહરણ કરતાં હોય છે અથવા તો તેઓ સૈન્ય કવાયત કરતા હોય છે. ઈઝરાયેલની આવી પ્રવૃત્તિઓને કારણે તેમની સ્થાનિકો સાથે અથડામણ સર્જાતી હોય છે.