સુરત, તા.૧ર
અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં હાર થતાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા ફરજ ઉપરના પોલીસકર્મી તેમજ NSUI અને યૂથ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપર હિંસક હુમલાને સુરત સિટી યૂથ કોંગ્રેસે વખોડી આંદોલનની ચીમકી આપી છે.
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ વેલ્ફેરનું ઈલેક્શન યોજવામાં આવ્યું હતું. આ ઈલેક્શનમાં રિઝલ્ટના દિવસે ABVPની કારમી હાર થતાં, ABVPના આગેવાનો દ્વારા ત્યાંના લોકલ પોલીસ સાથે મારામારી ABVPના ગુંડાઓ દ્વારા કરવામાં આવી હતી અને NSUI તેમજ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે ખૂબ દુઃખની વાત છે તેમ છતાં પોલીસ સત્તાથી ડરી ABVPના કાર્યકર્તાઓ ઉપર કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં ન આવી અને ઉલ્ટાનું ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરો નહીં પણ ભાજપના આગેવાનો બની અને કોંગ્રેસના આગેવાનો ડૉ.ઈદ્રવિજયસિંહ ગોહિલ અને મિશ્રા ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી તે ખૂબ જ દુઃખની વાત છે.
સુરત યુવક કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવે છે કે, છમ્ફઁ એ જે પોલીસકર્મી સાથે મારામારી કરી તે પોલીસ દ્વારા તે છમ્ફઁના ગુંડાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને જે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા કોંગ્રેસના તેમજ યુવા આગેવાન ઈદ્રવિજયસિંહ ગોહિલ અને મિશ્રા ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી તે પાછી ખેંચવી. જો આવું નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.