(એજન્સી) તા.૧૨
તમિલનાડુના તિરુનેલલીમાં મનોનયનિયમ સુંદરના યુનિવર્સિટીએ તેના યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી લેખિકા અરુંધતિ રૉયના પુસ્તકને હટાવવાનો નિર્ણય લીધો છે. કુલપતિ પી પિચુમાનીએ કહ્યું કે ગત અઠવાડિયે એબીવીપીના આયોજકોની ફરિયાદ મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ તેની તપાસ માટે સમિતિ બનાવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ની ફરીયાદમાં જણાવાયું કે પુસ્તકમાં લેખિકાની વોકિંગ વિથ ધ કોમરેડ્‌સ માઓવાદી ક્ષેત્રોની યાત્રા વિશે વિવાદિત સામગ્રી છે. જેના પછી તિરુનેલવેલીમાં મનોનયનિયમ સુંદરનાર યુનિવર્સિટીએ બુધવારે એબીવીપીની ફરિયાદ બાદ અરુંધતિ રૉય દ્વારા લખાયેલા પુસ્તકને પોતાના અભ્યાસક્રમથી પાછું ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. વૉકિંગ વિથ ધ કોમરેડ્‌સ એક દાયકાના જુનું પુસ્તક બુકર એવોર્ડથી સન્માનિત છે. જેમાં ભારતીય રાજ્ય અને સશસ્ત્ર ક્રાંતિકારી ગુરિલ્લા બળ, માઓવાદીઓ વચ્ચે મધ્ય ભારતના જંગલોમાં ફેસ-ઓફને કેદી બનાવી લે છે. પુસ્તક ૨૦૧૭ બાદથી ત્રીજા સેમેસ્ટમાં બીએ અંગ્રેજી ભાષા અને સાહિત્યના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રમંડળ સાહિત્ય શ્રેણી હેઠળ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ હતું. અહેવાલની પુષ્ટી કરતાં કુલપતિના પી.પિચુમાનીએ કહ્યું કે એકેડમીક ડીન અને બોર્ડ ઓફ સ્ટડીના સભ્યોવાળી એક સમિતિએ ફરિયાદ અંગે વિચાર કર્યો અને પુસ્તકને પાછું લેવાનો નિર્ણય કર્યો.