(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
નાણામંત્રીની ટિપ્પણીનો વિરોધ કરવાને લઈ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે એક વ્યક્તિ તેના સાદા કપડા ઉપર પોલીસનો સુરક્ષા ગિયર પહેરેલો કેટલાક પોલીસવાળાઓ સાથે ઉભો છે. જેને ફેસબુક પ્રોફાઇલ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થીના સભ્ય તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, અને તે જમણેરી જૂથ જે સંઘ પરિવાર સાથે જોડાયેલ છે. એક આશ્ચર્યજનક વાત એ છે કે એબીવીપીના સભ્ય પોલીસ ગિયર પહેરીને વિદ્યાર્થીઓ પર બર્બરતા કરી રહ્યો છે તે કયો ધંધો કરે છે? નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં જુદી-જુદી યુનિવર્સિટી જેમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા અને લખનૌની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તેઓને અભૂતપૂર્વ રીતે પોલીસની બર્બરતાનો સામનો કરવો પડ્યો હતો.
જો કે આ મામલે સીતારમણએ આવી સંવેદનશીલ સ્થિતિ વચ્ચે અપમાનજનક અને ખોટી માહિતી આપતી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ગઈરાત્રે જામીયામાં શું બન્યું તેની મને ખબર નથી; આપણે જિહાદીઓ, માઓવાદીઓ, અલગાવવાદી જેવા વિદ્યાર્થીઓના વિરોધમાં સામેલ થવાથી સાવચેત રહેવું જોઈએ.’ એક બાજુથી તે કહે છે કે તેઓ કંઈ જાણતા નથી કે ત્યાં શું થયું અને બીજી બાજુ તે એક નિરર્થક ધારણાઓ કરે છે કે વિદ્યાર્થીઓના વિરોધમાં જિહાદીઓ, માઓવાદીઓ, ભાગલાવાદી જેવા તત્વો હોઈ શકે છે ! સોશિયલ મીડિયા પર યુઝરોએ કેટલાંક ફોટાઓ અને વીડિયો શૅયર કરી સવાલ કરતા પૂછ્યું હતું કે, પોલીસ સાથે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતા સાદા કપડા પહેરેલ એ વ્યક્તિઓ કોણ હતા. એક ફોટાને શૅયર કરતા નીચે લખવામાં આવ્યું કે, એક વ્યક્તિ જે લાલ શર્ટ અને સાથે પોલીસનો હૅડ ગિયર પહેરીને ઉભો છે આવા કપડાં પહેરવાનો શુ મતલબ? નાણામંત્રી આનો કોઈ જવાબ આપી શકશે? સીતારમણના દાવાઓ સામે એક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, એકવાર ફરી સાદા કપડામાં પોલીસ સુરક્ષા કવચ પહેરીને ઉભો છે અને આ વ્યક્તિની ઓળખ ફેસબુકમાં ભરત શર્મા સાથે થઈ રહી છે જેની જમણી પાંખની સંસ્થાઓ સાથે ઘણી નિષ્ઠા છે અને સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરી સભ્ય પણ છે અને સાથે ભાજપ જેની વૈચારિકતા પર ચાલી રહી છે એવી આરએસએસ સંસ્થાના વોલેન્ટીયર તરીકે પણ કાર્યરત છે.ફોટાની નીચે લખેલું છે કે, હવે અમને શ્રીમતી નિર્મલા સીતારમણ જણાવો કે આ માઓવાદી, ભાગલાવાદી અને જિહાદવાદીઓ કોણ છે? આરએસએસ, એબીવીપી, ભાજપ પોલીસની સાથે હિંસા કરે છે! આ સાથે એક સવાલ હજીપણ ફોટાને જોઈને થાય છે કે, આ વ્યક્તિ છે કોણ અને આવા સાદા કપડાં અને પોલીસ ગિયર પહેરીને પોલીસના વડાઓએ શું વિધાથીઓ પર બર્બરતા કરવાની પરવાનગી આપી હશે.શુ પોલીસ દ્વારા એક ગેરકાયદેસર પગલું નથી. પોલીસને રાજ્યની રક્ષા કરવાની છે, અને પોલીસે આ બદમાશોને હાથે આ રક્ષા કરવાની સોંપી છે ? શું પોલીસ અને આ જમણેરી સંગઠનો વચ્ચે કોઈ જોખમી સંડોવણી છે જેની આપણે જાણ નથી અને શું આપણે તેનાથી સાવચેત રહેવું જોઈએ કે નહીં? આ અંગે સરકાર પોતાનું મૌન ક્યારે તોડશે ?