(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સરથાણા તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફાયરના બે અધિકારીઓની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ થયા બાદ અન્ય અધિકારીઓને તેડુ મોકલવામાં આવ્યું છે. તે દરમિયાન એન્ટી કરપશન બ્યૂરો દ્વારા પણ સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે અધિકારીઓનો લીસ્ટ માંગવામાં આવ્યું છે. આગામી દિવસોમાં એસીબી દ્વારા અધિકારીઓ પાસે આવક કરતા કેટલી વધુ સંપત્તિ છે તેની તપાસ કરાય તેની શકયતા જણાઈ રહી છે.
સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગથી ૨૨ મોત થયા હતા. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે શહેરભરમાંથી આક્રોશ ઠલવાઈ રહ્યો છે ત્યારે એન્ટી કરપશન બ્યૂરોપણ અધિકારીઓની સંપત્તિની તપાસ કરે તેવું સામે આવી રહ્યું છે. એસીબીએ પાલિકા કમિશનર પાસે અધિકારીઓનું લિસ્ટ માંગ્યું છે. આગામી દિવસોમાં એસીબી ક્યા અધિકારી પાસે આવક કરતાં કેટલી વધુ સંપત્તિઓ છે તેની તપાસ કરે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. સુરત પાલિકામાં પોસ્ટિંગ મેળવવા માટે લોબિંગ કરનારા અધિકારીઓ પર હવે એસીબીની તવાઈ આવે તેવું સામે આવી રહ્યું છે ત્યારે પાલિકામાં મલાઈ મેળવનારા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. એસીબીની તપાસમાં આવક કરતાં વધુ સંપતિઓના ખડકલા કરનારા અધિકારીઓ પર કડક પગલાં લેવામાં આવે તેવું ચર્ચાતા અધિકારી આલમમાં ગભરાહટ ફેલાઈ ગઈ છે. ફાયરબ્રિગેડના ઓફિસરની ધરપકડ બાદ અન્ય કેટલા ઓફિસર જેલના સળિયા પાછળ ધકેલાય છે તે પણ આગામી દિવસોમાં જોવાનું રહેશે.
સરથાણા અગ્નિકાંડ કેસમાં અધિકારીઓ પાસે કેટલી સંપત્તિ છે તેની ACB તપાસ કરશે

Recent Comments