(એજન્સી) ભોપાલ, તા.ર૧
ગુરૂવારે સવારે મુરેના જિલ્લામાં મુસાફરો ભરેલી જીપ ટ્રેકટર ટ્રોલી સાથે અથડાઈ પડતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ૧પ લોકોના મોત થયા હતા. જ્યારે ૮ ઘવાયા હતા. મૃતકો જીપમાં સવાર થઈ એક શોકના પ્રસંગમાં જઈ રહ્યા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું. વહેલી સવારે મુસાફરોથી ભરેલી જીપ રેતી ભરેલા ટ્રેકટર સાથે ગંજરામપુર ગામ નજીક ધોરી માર્ગ પર ટકરાઈ હતી. જેમાં ૧ર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ૩ના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા. ૮ મુસાફરો ઘવાયા હતા. જેઓ ગુરૂગ્રામ ગામે બેસણામાં જતા હતા. રેતી ભરેલું ટ્રેકટર ગેરકાયદેસર રેતી વહન કરી રહ્યું હતું. અકસ્માત બાદ ટ્રેકટરનો ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. જેની સામે કેસ દાખલ કરાયો છે. આ ઘટના મુરેના જિલ્લામાં બની હતી.