(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૧૭
જિલ્લામાં ત્રણજુદી જુદી જગ્યાએ બનેલા માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એક મહિલા સહીત બે જણાના મોત નિપજ્યું હતું. દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો ેક બનાવ દે.બારીયા તાલુકાના ભુવાલ ગામે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યો વાહન ચાલક તેના કબજાનું અજાણ્યું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ જઇ રોડની સાઇડમાં ઉભેલા ભુવાલ ગામના જસુભાઇ શંકરભાઇને અડફેટમાં લઇ રોડ પર પાડીદઇ માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચડી પોતાનું વાહન લઇ નાસી જતાં ગંભીર ઇજાગ્રસ્ત જસુભાઇ શંકરભાઇને સારવાર માટે નજીકના દવાખાને લઇ જવામાં આવે તે પહેલાંજ ઘટના સ્થળ પરજ મોત નિપજ્યું હતું. બીજા બનાવ ગરબાડા તાલુકાના અભલોડ ગામે વરજાલીયા ફળીયા પાસે રોડ પર બનવા પામ્યો હતો જેમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના આંબલીપાડા ગામના દિનુભાઇ મેડા તેના કબજાના એમ.પી.૪૩ એએ ૮૧૬૪ નંબરના ટ્રેકટરમાં પેસેજરો ભરી ટ્રેકટર પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ જઇ રહ્યા હતાં તે વખતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેકટર રોડની સાઇડમાં પલ્ટી ખાઇ જતાં ટ્રેકટરમાં બેઠેલ ગલ્ફુબેનનું ટ્રેકટર તળે દબાઇ જતાં મોત નિપજ્યું હતું તથા ટ્રેકટરના ચાલક દિનુભાઇ ગોપીયાભાઇ મેડાને ગંભીર ઇજાઓ થવા પામી હતી તેમજ ટ્રેકટરમાં બેઠેલ અન્યને પણ ઓછીવતી ઇજાઓ થવા પામી હતી જ્યારે ત્રીજા બનાવ ગરબાડા તાલુકાના અભલોડ ગામે આશિષભાઇ મોતીભાઇ મંડોડ પોતાના કબજાની જીજે૨૦ એજી-૪૦૪૫ નંબરની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ જઇ અભલોડ ગામે રાયણ ફળીયામાં પગપાળા જઇ રહેલી કબુડીબેનને ટક્કર મારી જમણા હાથે તથા જમણા પગે થાપાના ભાગે ફ્રેકચર કરી ગંભીર ઇજાઓ કરી નાસી ગયોહતો . જેસાવાડા પોલિસેઆ સંદર્ભે ગુનો નોધી આગળ તપાસ હાથ ધરી છે.