બાવળા,તા.૧
અમદાવાદ ગ્રામ્યના બાવળાથી સાણંદ માર્ગ પર નાની દેવતી ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનુ મોત, મૃતક સાણંદ શહેરમાં રહેતા બીજેશ કુમાર રમેશ ભાઇ પટેલ જેઓ બાવળા ખાતે આવેલી એમનીલ કંપનીમાં ફરજ બજાવવા જતા ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત થતા સાણંદ ૧૦૮ને જાણ થતા ૧૦૮ ઘટના સ્થળે જતા બીજેશ કુમારનું ઘટના સ્થળે મોત થયુ હતું અને ચાંગોદર પોલીસ સબ ઇન્સપેક્ટરને જાણ કરતા તાત્કાલીક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃત દેહને પી.એમ માટે સાણંદ સિવિલ ખસેડતા હોસ્પિટલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ફરાર ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિ માન કર્યા છે.
બીજો બનાવ બગોદરા ફેદરા રોડ પર ધિંગડા ગામના પુલપર ઈકોગાડી આગળ જતાં વાહનનૂ ઓવરટેક કરવાજતા સામે આવતી એસ.ટી.બસમાં ધડાકે ભેર અથડાઈ હતી. ઇકોગાડી અને એસ.ટી.બસનો અકસ્માત થતા બનાવની જાણ બગોદરા પોલીસ થતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈકોગાડીમાં બે વ્યક્તિને ગંભીર ઈજા થયેલી જણાતા બંને ઇજા પામેલા ઓને ૧૦૮ દ્વારા બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર પર લવાયા. હતા જેમા ઈજાગ્રસ્ત (૧)ઇન્દ્રજીત જેસિંગભાઇ રહે.ભાવનગર (૨)પ્રશાંતભાઇ જનકભાઈ રહે.શિહોરના હોવાનું જાણવા મળેલ છે
ત્રીજો બનાવમાં બાવળાથી ધોળકા જવાના માર્ગ પર સાલજડા ગામ પાસે આવેલા ફાટક પર સાણંદ તાલુકાના મોડાસર ખાતે રહેતા રંજન બેન અર્જુન શિહ ઝાલા ઉપર વાળી જગ્યાએ પોતાના પતિના બાઇક પરથી પટકાતા પ્રથમ બાવળાની ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમ્યાન મોત થતા આર.એમ.ઓ.એ બાવળા પોલીસને જાણ કરતા બાવળા પોલીસ સ્ટેશન .બીટની હેડ કોન્સટેબલઃ રમેશ ભાઈ અમદાવાદ પહોંચી ઇન્ડ્‌વેસ્ટ પંચનામુ કરી લાશનુ પોસ્ટ મોર્ટમ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.