ભાવનગર,તા.ર
ભાવનગર-અમદાવાદ રૂટ ફરી એક વખત રક્તરંજીત થયો છે. સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત નિપજવા પામ્યા છે. જ્યારે અન્ય સાત વ્યક્તિને ઈજાઓ થતાં ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં ખસેડાયા છે. બનાવ હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેલાઈ નજીક ભાવનગરની ડસ્ટન કાર નં.જીજે ૪ સીઆર ૬ર૯૬ અને ઈકો કાર નં.જીજે ૧૮ બીએચ ૮૪૪પ વચ્ચે સાંજના સુમારે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં બન્ને કારમાં મુસાફરી કરી રહેલાં ૧૦થી વધુ વ્યક્તિઓને લોહિયાળ ઈજાઓ થવા પામી હતી. જેમાં અસલમભાઈ યુનુસભાઈ કુરેશી રે.વડવા નેરા અને સુધીરભાઈ પ્રભાશંકરભાલ યાદવ રે.સુરતવાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે જગદિશભાઈ હરીભાઈ વાઘેલા, ક્રિષ્નકાંતભાઈ હરીભાઈ વાઘેલા, લીકેનભાઈ મહેશભાઈ પરમાર, જીગ્નેશભાઈ જગદિશભાઈ વાઘેલા, કરણ પંકજભાઈ, જીમીકાન્તભાઈ વાઘેલા, અસ્લમભાઈ પઠાણ અને દિલાવરભાઈ યુસુફભાઈ શેખને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યાં જગદિશભાઈ હરીભાઈ વાઘેલાનું મોત નિપજવા પામ્યું છે. બનાવની જાણ થતાં ઈજાગ્રસ્તોના સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
બનાવ અંગે પોલીસ સ્ટાફ બનાવસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મરણ પામેલ ત્રણ વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
અધેલાઈ ગામ પાસે બે કાર સામસામે અથડાતાં ત્રણનાં મોત

Recent Comments