મોરબી, તા. ૧૧
મોરબી રાજકોટ હાઇવે પર આજે વહેલી સવારે ટ્રેકટર અને મેટાડોર અથડાતા પિતા અને પુત્રના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના નાના ખીજડીયા ગામના રહેવાસી ભાણજીભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ.૬૫) અને તેમનો પુત્ર પ્રવીણ ભાણજીભાઈ પટેલ (ઉ.વ.૪૫) એ બંને પિતા-પુત્ર ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. ત્યારે ધ્રુવનગર નજીક ટ્રેક્ટર અને મેટાડોર અથડાયા હતા. જે અકસ્માતમાં પિતા-પુત્રના કરુણ મોત થયા છે. ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.