ડીસાના કુચાવડા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત

(તસવીરો : મજીદખાન પઠાણ, અમરેલી)

(તસવીર જમીલ મેમણ ડીસા)

સાત બહેનોનો એકનો એક ભાઈ મોતને ભેટતાં બહેનોમાં કરૂણ આક્રંદ
રવિવારની રાત્રીના કારમાં ફરવા ગયેલ ચાર મિત્રોના મોતની ઘટનામાં કારમાં બેસેલ ફૈઝલ અશરફભાઈ નાગણી તેની સાત બહેનોનો એકનો એક ભાઈ હોવાથી ફૈઝલના મોતથી તેમની સાતેય બહેનોએ કરૂણ આક્રંદ મચાવ્યું હતું. માતા-પિતાના એકનો એક લાડલા દીકરાનાં મોતથી ફૈઝલના માતા-પિતા પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

(સંવાદદાતા દ્વારા
અમરેલી, ડીસા, તા.ર૧
રવિવારની રાત્રી રાજ્ય માટે રકતંજીત રહી હતી. અમરેલીમાં ગતરાત્રે કારમાં બેસી લટાર મારવા ગયેલા ચાર યુવાન મિત્રોને અકસ્માત નડતા ચારેનાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બનાવમાં ડીસા તાલુકાના કૂચાવાડા ગામે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર મુસાફરોનાં મોત નિપજ્યા હતા. અમરેલીના મૃત્ય પામનાર ચારે યુવાનો એક જ મહોલ્લાના હોવાથી તેઓના એકસાથે જનાઝા નિકળતા લોકોની આંખો અશ્રુભીનિ થઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની અમરેલીથી મળતી વિગતો અનુસાર અમરેલીના કસ્બાવાડ જૂની જેલ પાછળ રહેતો તૌફીક ગફારભાઈ આમદાણી (ઉવ-૨૩) તેમજ તેના મિત્રો ફૈઝલ અશરફભાઈ નાગણી (ઉવ-૨૩), આશીફ હનીફભાઇ કસીરી (ઉવ-૧૮) અને અકરમ હાજીભાઇ સોલંકી (ઉવ-૧૮) આ ચારેય મિત્રો ગઈકાલે રવિવારની રાત્રીના તૌફિકની એસ્ટીમ કાર નંબર જીજે-૫સીડી-૬૨૫૫ લઇ બજારમાં આંટો મારવા ગયા હતા દરમ્યાન ચારેય મિત્રો લાઠી ચક્કરગઢ રોડ ઉપર આવેલ કૈલાશ મુક્તિધામ સ્મશાન પાસે રાત્રીના ૧૧ વાગ્યે પહોંચતા તૌફીક પોતાની કાર લઇ ચક્કરગઢ રોડથી લાઠી રોડ તરફ આવી રહેલ ત્યારે સામેથી લાઠી રોડ તરફથી સાવરકુંડલા રોડ તરફ જઈ રહેલ ટોરસ ટ્રક નંબર જીજે-૧૧ ટીટી-૬૯૭૧ના ચાલકે તૌફિકની એસ્ટીમ કાર સાથે ધડાકાભેર અથડાવી દેતા કાર ડ્રાયવિંગ કરી રહેલ તૌફીક ગફારભાઈ તેમજ કારમાં બેસેલ ફૈઝલ અશરફભાઈ અને અકરમ હાજીભાઇના ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ઘટના સ્થળેજ મોતને ભેટેલા ત્રણેયની ડેડબોડીને ખાનગી વાહનની મદદથી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસડેલ હતી.
જ્યારે આશીફ હનિફભાઇ કસીરીને ગંભીર ઇજા હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસડેલ હતો જ્યાંથી આસિફને વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા રસ્તામાં તેનું પણ મોત થયો હતું. આ અકસ્માત એટલો ભયકંર હતો કે એસ્ટીમ કારનો બુકડો બોલી ગયો હતો અકસ્માતમાં ચારેય મુસ્લિમ યુવાનોનાં મોતની જાણ શહેરમાં થતા જ અમરેલી મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સિવિલ હોસ્પિટલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બનાવ અંગે મૃતક તૌફીકના મોટા ભાઈ મુનાફ ગફારભાઈ આમદાણીએ ટોરસ ટ્રક ચાલક સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.